અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા, અમરેલી તાલુકાના સણોસરા, અમરેલી શહેર અને લાઠી તાલુકાના મતીરાળા મુકામે આયોજિત અનેકવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પ્રસંગે પધારે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત થયું હતું.

રાજ્યના જળસપંતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ મુખ્યમંત્રીશ્રી સાથે સહભાગી થવા પધાર્યા હતા, તેમનું પણ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઊર્જા અને કાયદો અને ન્યાય રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રી ખાંભા બગસરા ધારી, જે.વી. કાકડીયા, ધારાસભ્ય શ્રી લાઠી-બાબરા શ્રી જનકભાઈ તળાવીયા, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, પ્રાંત અધિકારી શ્રી અમરેલી નાકિયા, પ્રાંત અધિકારી શ્રી બગસરા નંદા, અગ્રણી શ્રી અતુલભાઇ કાનાણી, શ્રી મયુરભાઈ માંજરીયા, શ્રી રાજુભાઈ ભૂતૈયા , શ્રી ધર્મેન્દ્રભાઈ ગોસ્વામી, શ્રી મનોજભાઈ મહીડા, શ્રી પી.વી વસાણી, શ્રી રમાબેન હિરપરા, શ્રી ગીતાબેન કારીયા, શ્રી રંજનબેન ડાભી, શ્રી ક્રિષ્ના બેન મકવાણા, શ્રી મહેન્દ્રભાઈ ચાવડા, શ્રી ભાવેશભાઈ ભાલિયા સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા.

અમરેલી એરપોર્ટ ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ દેવકા મુકામે જવા માટે પ્રસ્થાન કર્યુ હતું.

Related Posts