મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમરેલી શહેરના જેસીંગપરામાં શિવાજી ચોક ખાતે ભારતીય અસ્મિતા અને આત્મ સન્માનના પ્રતીક શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમા અને અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર પટેલની પૂર્ણ કદની પ્રતિમાનું આનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિત રહી હતી.
ભારત વર્ષના બે વિરાટ વ્યક્તિત્વની પ્રતિમાના અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જન આરોગ્યની સેવાને વેગ આપતા ૨ આઈ.સી.યુ એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કર્યું હતું. આ આઈ.સી.યુ એમ્બ્યુલન્સ ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના સહયોગથી અને જીએસપીસી સેતુના સૌજન્યથી પ્રાપ્ત થઈ છે. જે જનસેવા માટે અમરેલી નાગરિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવજીવન જનરલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે.
શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા અમરેલી નગરપાલિકા દ્વારા સ્થાપિત કરવામાં આવી છે, જ્યારે લોહપુરુષ સરદાર પટેલની પ્રતિમા અગ્રણી શ્રી સંદીપભાઈ માંગરોળીયા દ્વારા સ્થાપિત કરવામાં આવી છે.
આ તકે મુખ્યમંત્રીશ્રીનું સંતો મહંતો, બ્રહ્માકુમારી બહેનો, સ્થાનિક અગ્રણીઓ, શિવાજી યુવક મંડળ, લેઉવા પટેલ સમાજના આગ્રણીઓ સહિતના લોકોએ સ્મૃતિ ચિન્હ, ખેસ, સાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત સન્માન કર્યું હતું. ઉપરાંત ખોડીયાર માતાજીના સ્વરૂપમાં રહેલી શક્તિ સ્વરૂપા કુમારિકા બાળાઓ સાથે તસવીર લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીના આગમન પૂર્વે અગ્રણી શ્રી પી.પી. સોજીત્રા અને ડો. ભરત કાનાબારે પ્રસંગોચિત સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી જે.વી. કાકડીયા, શ્રી મહેશભાઈ કસવાળા, શ્રી જનકભાઈ તળાવીયા, અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી બીપીનભાઈ લીંબાણી, અગ્રણી સર્વશ્રી વિશાલભાઈ કાલેણા, શ્રી ગીરીશભાઈ ત્રાપસીયા, શ્રી મનીષભાઈ ધોરાજીયા, શ્રી જતીનભાઈ સુખડિયા, શ્રી ધર્મેશભાઈ અજાણી, શ્રી સંદીપભાઈ માંગરોળીયા, શ્રી સંજયભાઈ પોકળ, શ્રી રમેશભાઈ સાવલિયા સહિતના અગ્રણીઓ મહાનુભાવો અને સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments