રાષ્ટ્રીય

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરાના બરસાનામાં રંગોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરાના બરસાનામાં કહ્યું હતું કે, અયોધ્યા એક સુંદર શહેર બની ગયું છે. પ્રયાગરાજ સૂર્ય કિરણોથી ઝળહળી રહ્યું છે. હવે મથુરાનો વારો છે. કૃપા કરીને રાહ જુઓ. સીએમ યોગીએ બરસાનામાં રંગોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મથુરાના બરસાનામાં આજથી રંગોનો તહેવાર શરૂ થઈ ગયો છે. લઠ્ઠમાર હોળી પહેલા, આજથી અહીં ફૂલોની હોળી શરૂ થઈ ગઈ છે.

યોગી આદિત્યનાથએ મથુરાના બરસાનાની મુલાકાત લીધી. અહીં લઠ્ઠમાર હોળીના આયોજન પહેલા આજથી ફુલોની હોળી શરૂ ગઇ છે. ત્યારે સીએમ યોગી બરસાનાના રંગોત્સવ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે સંબોધન કરતા કેટલીક મહત્વની વાત કરી હતી. મથુરાના બરસાનામાં આજથી રંગોનો તહેવાર શરૂ થઈ ગયો છે.

મુખ્યમંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, અયોધ્યા-કાશી પછી હવે યમુના મૈયાનો વારો છે. હું તો કહેવા આવ્યો છું કે યમુના મૈયા, હવે દિલ્હીમાં પણ રામ ભક્તોની સરકાર સત્તામાં આવી ગઈ છે. સમજાે કે માતા ગંગાની જેમ, માતા યમુના પણ ટૂંક સમયમાં શુદ્ધ થઈ જશે. હવે તે બહુ દૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે હોળી એ અંતર ઘટાડવાનો તહેવાર છે.

સાથેજ આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, મહાકુંભના ભવ્ય કાર્યક્રમ પછી, આજે હું હોળીની શુભેચ્છા પાઠવવા અને રાધા રાણીના ચરણોમાં નમન કરવા બરસાણા આવ્યો છું. આપણી બ્રજભૂમિ ભારતના સનાતન ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતી ભૂમિ છે અને આપણું સૌભાગ્ય છે કે બાબા વિશ્વનાથનું નિવાસસ્થાન કાશી, મર્યાદા પુરુષોત્તમ રામનું પવિત્ર જન્મસ્થળ અયોધ્યા અને લીલાધારી શ્રી કૃષ્ણનું જન્મસ્થળ અને લીલાભૂમિ મથુરા, વૃંદાવન અને બરસાણા ઉત્તર પ્રદેશમાં છે.

Follow Me:

Related Posts