અમરેલી

બાળ કલાકારની કલાને મળ્યું પ્રોત્સાહન: વિઠ્ઠલપરા બજરંગનું ભવ્ય સન્માન

નાની ઉંમર ને હાથમાં કલાનો                          કેવો અજવાસ છે,

બજરંગના ચિત્રમાં દાનબાપુનો                        સાક્ષાત વાસ છે.

​શ્રદ્ધા અને મહેનતથી જેણે 

આ રસ્તો કંડાર્યો,

કલાના સન્માનમાં આજે 

ભગત પરિવારનો સાથ છે.

–“પાંધી સર”

કલા અને સંસ્કારની નગરી એવા સાવરકુંડલામાં તાજેતરમાં એક પ્રેરણાદાયી ઘટના બની છે. સાવરકુંડલાના વતની અને ધોરણ ૯ માં અભ્યાસ કરતા તેજસ્વી બાળ કલાકાર વિઠ્ઠલપરા બજરંગ વિનુભાઈ દ્વારા પોતાની કલાના માધ્યમથી શ્રદ્ધા અને સમર્પણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

​કોળી સમાજમાંથી આવતા આ બાળકે જે. વી મોદી હાઈસ્કૂલમાં અભ્યાસ કરવાની સાથે સાથે કલા ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. બજરંગની આ કલા ઉપાસનાથી સાવરકુંડલા જે. વી. મોદી હાઈસ્કૂલના આચાર્ય જીતુભાઈ ભટ્ટ સમેત તમામ કર્મચારીગણે પણ ખૂબ પ્રભાવિત થઈને બજરંગને  અભિનંદન પાઠવેલ. હવે વાત કરીએ કલા ઉપાસક બજરંગની તો ભાઈ બજરંગના પરિવારમાં પરમ પૂજ્ય સંત શ્રી દાનબાપુ પ્રત્યે અતૂટ શ્રદ્ધા રહેલી છે. આ શ્રદ્ધાને આકાર આપતા બજરંગે પૂજ્ય દાનબાપુનું એક સુંદર પેઈન્ટિંગ તૈયાર કર્યું હતું.

​આ સુંદર ચિત્ર તેણે ‘ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ ને ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું. બાળકની આ અદભૂત કલા અને ભાવનાને જોઈને સંસ્થાના પ્રમુખ અને દાનવીર પરિવારના અગ્રણી વિજયભાઈ રાણિંગબાપુ ભગત અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે આ બાલ કલાકારની પ્રતિભાને બિરદાવવા માટે તેને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરેલ  ભગત પરિવાર વતી આ પ્રોત્સાહન આપીને બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. ભવિષ્યમાં કલા ક્ષેત્રે ખૂબ આગળ વધે તે માટે સાવરકુંડલા જે. વી મોદી હાઈસ્કૂલના આચાર્ય શ્રી જીતુભાઈ ભટ્ટ સમેત તમામ કર્મચારીગણ પણ અંગત ધ્યાન અને માર્ગદર્શન આપતાં જોવા મળેલ.

Related Posts