દામનગર શહેર ની આંગણવાડી કેન્દ્ર દ્વારા દામનગર નગર પાલિકા વિસ્તાર માં આવેલ આંગણવાડી ના ત્રણ થી પાંચ વર્ષ ના ભૂલકાઓ ને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ની અભ્યાસક્રમ ની થીમ મુજબ દામનગર શક્તિપીઠ શ્રી મનો કામના મેલડી માતાજી ના મંદિરે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બાળગીત સાથે ભજન ધૂન ગવડાવવામાં આવ્યા તેમજ મેનુ મુજબ નાસ્તો આપવામાં આવ્યો તેમજ મંદીર પરિસર ના પ્રાંગણ માં આવેલ બગીચા માં ભૂલકાઓને રમત પણ રમાડવામાં આવી હતી શહેર ની તમામ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ની ઉપસ્થિતિ માં નાના ભૂલકાં એ હર્ષ ઉલ્લાસ સાથે પ્રાથમિક શિક્ષણ ની અભ્યાસક્રમ ની થીમ અંતર્ગત રમણીય સ્થળે પ્રવાસ કરાવ્યો હતો
દામનગર આંગણવાડી કેન્દ્રો ના બાળકો ને રમણીય સ્થળ શ્રી મનો કામના મેલડી મંદિરે પ્રવાસ કર્યો



















Recent Comments