જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધા તારીખ:૧૯/૧૧/૨૦૨૫ ના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભાવનગર ખાતે યોજાઈ હતી જેમાં પાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી. એ.વાળાના માર્ગદશન હેઠળ બાળકોએ શાનદાર પ્રદર્શન કરતા ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સાત ગોલ્ડ મેડલ અને આઠ સિલ્વર મેડલ તથા પાંચ બ્રોન્ઝ મેડલ એમ કુલ વીસ મેડલ મેળવ્યા છે.
શાળાના આચાર્ય બી. એ.વાળાએ પણ ત્રણ મેડલ મેળવ્યા છે .
ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવનાર બાળકો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે જેથી શાળા પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ છે.




















Recent Comments