અમરેલી જિલ્લામાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૫-૨૬નું આયોજન થનાર છે. આ સ્પર્ધામાં જુદા જુદા જૂથમાં ૭ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સંસ્થાઓ કે પ્રાથમિક શાળાઓએ તા.૧૦-૧૨-૨૦૨૫ સુધીમાં એન્ટ્રી ફોર્મ મોકલી આપવાના રહેશે.
રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરનાં ઉપક્રમે પ્રતિ વર્ષ યોજાતો જિલ્લા, પ્રદેશ અને રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૧૩ સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી દ્વારા થનાર છે. આ સ્પર્ધાની વયમર્યાદા તા. ૩૧/૧૨/૨૦૨૪ના રોજ ૭ વર્ષ થી ૧૩ વર્ષ હોવી જોઈએ.
આ જુદી જુદી સાંસ્કૃતિક સ્પર્ધાઓના “અ” વિભાગમાં ૭ વર્ષથી ૧૦ વર્ષ સુધીના બાળકો માટે વકૃત્વ, નિબંધ, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લગ્ન ગીત, લોકવાધ સંગીત અને એક પાત્રીય અભિનય, “બ” વિભાગમાં ૧૦ વર્ષથી ઉપર અને ૧૩ વર્ષ સુધીના બાળકો માટે વકૃત્વ, નિબંધ, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લગ્ન ગીત, લોકવાધ સંગીત, એકપાત્રીય અભિનય અને “ખુલ્લો” વિભાગમાં ૭ વર્ષ થી ૧૩ વર્ષનાં બાળકો માટે દોહા-છંદ-ચોપાઈ, લોકવાર્તા, લોકગીત, ભજન, સમૂહગીત, લોકનૃત્ય વગેરે કૃતિઓ માટે યોજાશે, આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાઓ/પ્રાથમિક શાળાઓએ તા.૧૦/૧૨/૨૦૨૫ સુધીમાં પોતાની એન્ટ્રી(પ્રવેશ ફોર્મ) જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-સી, રૂમ નં.૧૧૦/૧૧૧, અમરેલી ખાતે રૂબરૂમાં કે ટપાલથી પહોંચતી કરવાની રહેશે. ત્યાર બાદ આવનાર એન્ટ્રી(પ્રવેશ ફોર્મ) ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ આવેલ એન્ટ્રીની સંસ્થાના સંચાલકશ્રીને જાણ કરવામાં આવશે. વધુ માહીતી કચેરીના ફોન નં. ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ પરથી મેળવી શકાશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments