69 માં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ સ્પર્ધા અંતર્ગત કુરાશ સ્પર્ધાનું આયોજન શ્રી સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કુલ – મહીસાગર મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ શાળા – ટીમાણાના બે વિદ્યાર્થીઓ ઘાંધલ્યા નક્ષ હિરેનભાઈ ( સથરા )એ અંડર – 14 માં 55+ કિગ્રામાં તથા સોલંકી સંદીપ દિનેશભાઈ (મથાવડા)એ અંડર – 17 માં 81+ કિગ્રામાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. શાળાના ત્રણ વિદ્યાર્થીઓ બારૈયા હેત મેહુલભાઈ (રોયલ)એ અંડર -14 માં 55 કિગ્રામાં,જાની માધવ જીવરામભાઈ (ટીમાણા)એ અંડર – 14 માં 35 કિગ્રામાં તથા પંડ્યા કપિલ રમેશભાઈ (દેવલી)એ અંડર – 17 માં 60 કિગ્રામાં સિલ્વર મેડલ મેળવ્યા હતા. આ ઉપરાંત શાળાના બે વિદ્યાર્થીઓ ચુડાસમા હાર્દિક ભરતભાઈ (ફાસરા)એ અંડર -19 માં 81 કિગ્રામાં તથા લાધવા ધ્રુવપાલ જયંતીભાઈ (પાલીતાણા)એ અંડર 17 માં 73 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ગણેશ શાળા – ટીમાણાના બાળકો અગાઉ પણ યોગાસન જેવી સ્પર્ધાઓમાં ગુજરાત રાજ્યનું નેશનલ કક્ષાએ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત આ વર્ષે કુરાશ સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાનાં ગોલ્ડ મેડલ મેળવનાર બંને વિદ્યાર્થીઓ / ખેલાડીઓ ઉત્તર પ્રદેશમાં યોજાનાર નેશનલ કક્ષાની કુરાશ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.આમ રાજ્ય સ્તરે ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારનાર 7 વિદ્યાર્થીઓ અને નેશનલ કક્ષા માટે પસંદગી પામનાર ગોલ્ડ મેડલ મેળવનાર બંને વિદ્યાર્થીઓને ભાવનગર જીલ્લાના D.S.O. શ્રી નરેશભાઈ ગોહિલ સાહેબ તથા ભાવનગર જિલ્લાના વ્યાયામ શિક્ષક સંઘના અધ્યક્ષ શ્રી વી. એમ. જાળેલા સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી. ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા પણ દરેક વિદ્યાર્થીઓ તથા તેને માર્ગદર્શન આપનાર પ્રવીણભાઈ પંડ્યા તથા નિલેશભાઈ બાંભણિયાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
કુરાશ સ્પર્ધામાં ગણેશ શાળા -ટીમાણાના બાળકો નૅશનલ કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે


















Recent Comments