ભાવનગર

તળાજાની ફુલસર પ્રાથમિક શાળાના બાળકોએ  લીધેલ 21 દિવસ નું મોબાઈલ- TV વ્રત પૂર્ણ કર્યું

ભાવનગર જિલ્લાની તળાજા તાલુકાની ફુલસર પ્રાથમિક શાળાના બાળકોએ લીધું 21 દિવસનું મોબાઈલ અને TV ના ઉપવાસનું વ્રત. શાળાના આચાર્યશ્રી લવજીભાઈ ડોડીયા દ્વારા આ વ્રતની રજુઆત કરવામાં આવી અને બાળકોએ આ પ્રયોગ ને હર્ષભેર સ્વીકારી લીધો. હાલના સમયે વાલીઓ જ્યારે બાળકો સતત મોબાઈલ નો ઉપયોગ અને ટીવીનો ઉપયોગ કરે છે આવી ફરિયાદો કરે છે એ સમયે આ સરકારી પ્રાથમિક શાળાના બાળકોએ સમગ્ર ગુજરાતના બાળકોને એક ઉત્તમ ઉદાહરણ બતાવી દીધું કે મોબાઈલનો કે ટીવીનો ઉપયોગ ભણતર દરમિયાન ન કરવામાં આવે તો પણ કોઈ પ્રકારની મુશ્કેલી પડતી નથી. હાલમાં જ્યારે મોબાઈલ નો અતિરેક થઈ રહ્યો છે ત્યારે 21 દિવસ સુધી મોબાઈલ અને TV ના જોવાનું આ વ્રતનું પાલન કર્યું.આ દરમિયાન શાળાના શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમમાં મોબાઈલ અને ટીવીનો ઉપયોગથી ફાયદાઓ અને નુકસાન આ તમામ બાબતે બાળકોના મુક્ત લેખિત વિચારો પણ લેવામાં આવ્યા.જેની નોંધ શાળા પાસે પણ રાખવામાં આવી.આ પ્રમાણે શાળાએ આ એક નવતર પ્રયોગમાં બહુ મોટી ઉપલબ્ધિ હાંસિલ કરી છે.આ અભૂતપૂર્વ  સિદ્ધિ બાદ શાળાના ભૂતપૂર્વ આચાર્ય યોગેશભાઈ જાની દ્વારા બાળકો ને નોટબુક અને પેન દ્વારા અભિવાદિત કરવામાં આવ્યા. મોબાઈલ  ઉપવાસના પ્રયોગ બાદ બાળકોમાં દેશી રમતો પ્રત્યે તેમનો લગાવ પણ વધ્યો છે જે ખૂબ હિતકારી ગણાય.

 ગુજરાત રાજ્યની અન્ય શાળાઓ પણ આવા નવતર પ્રયોગોમાં ભાગીદારી નોંધાવે તો સમગ્ર ગુજરાતના શિક્ષણને આની ફલશ્રુતિ ચોક્કસ મળશે.

Related Posts