અમરેલી જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા અભિયાન” વેગવંતુ બન્યું છે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ સફાઈ અભિયાનમાં નાગરિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
અમરેલી સ્થિત બહારપરા પ્રાથમિક શાળા ખાતે બાળકોએ હ્યુમન ચેઈન બનાવી સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવ્યો હતો. શહેરના મોટા એસ.ટી બસ સ્ટેશન, ગાંધીબાગ, નગરપાલિકા કંપાઉન્ડ ખાતે સેલ્ફી પોઈન્ટ મુકવામાં આવ્યા છે. જ્યાં નાગરિકો સેલ્ફી લઈને “હું અલગ છું”, “સ્વચ્છતા સારથી છું” અંતર્ગત આ અભિયાનમાં ભાગીદાર બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, “સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત “સ્વચ્છોત્સવ” તા.૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયું છે જે રાજ્યમાં ૩૧ ઓક્ટોબર સુધી શરૂ રહેશે. આમ, જિલ્લામાં ઝુંબેશ સ્વરૂપે સફાઈ અભિયાન આગળ ધપી રહ્યું છે.
Recent Comments