અમરેલી

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી તથા કલામ ઇનોવેટિવ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે અનઘ ટેકનોલોજી પ્રેરિત ટેકનો રથ (ટેકનોલોજી ઓન વ્હીલ્સ)નું પ્રસ્થાન. ૭૫ થી વધુ શાળાઓના ૧૫૦૦૦થી વધુ વિધાર્થીઓને મળશે રોબોટિક્સ અને ટેકનોલોજીનું વિશેષ જ્ઞાન

અમરેલી ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીતથા કલામ ઇનોવેટિવ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે અને અનઘ ટેકનોલોજી  પ્રેરિત ટેકનો રથ (ટેકનોલોજી ઓન વ્હીલ્સ)નું સફળ પ્રસ્થાન ૭૫ થી વધુ શાળાઓના ૧૫૦૦૦થી વધુ વિધાર્થીઓને મળશે રોબોટિક્સ અને ટેકનોલોજીનું વિશેષ જ્ઞાન ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર તથા કલામ ઇનોવેટિવ સ્કૂલના સંયુક્ત આયોજન હેઠળ અનઘ ટેકનોલોજી દ્વારા પ્રેરિત ટેકનો રથ (ટેકનોલોજી ઓન વ્હીલ્) નામનો વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.

આ ટેકનો રથ અમરેલી જિલ્લાના ૭૫ થી વધુ સરકારી શાળાઓમાં મુલાકાત લેશે, જેમાં ૭૫ થી વધુ શાળાઓના ૧૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ તથા આધુનિક ટેકનોલોજી વિષયક વિશેષ પ્રાયોગિક (Hands-on) તાલીમ આપવામાં આવશે.ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર ટી. એસ જોશી સાહેબ અને અમરેલીના જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી મનોહરસિંહ ગોહિલ સાહેબ દ્વારા લીલી ઝંડી આપી ટેકનોરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

પ્રથમ ૩ દિવસમાં ૧૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓ આ ટેકનોરથનો લાભ લઈ ચૂક્યા છે.

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર ટી. એસ જોશી સાહેબે જણાવ્યું હતું કે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી  કલામ ઈનોવેટીવ સ્કૂલ,અનઘ ટેકનોલોજી અને વાહ ફાઉન્ડેશનની સંયુક્ત પ્રયત્નોની સરકારી શાળાના વિધાર્થીઓ માટે વિજ્ઞાન વિષય વધુ રસપ્રદ બનશે અને વિજ્ઞાનની અનેક પ્રવૃતિઓ ટેકનોરથના માધ્યમથી થશે તે બદલ સર્વ સંસ્થાઓને અભિનંદન 

આ ટેક ટેકનોરથનું મુખ્ય આકર્ષણ રુદ્ર રોબોર્ટ હતું જે એક એવો એ.આઈ રોબર્ટ જે વિધાર્થીઓ સાથે વાતચિત કરી શકે છે અનઘ ટેકનોલોજી અને કલામ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા આ ખાસ રોબોટ બનાવવામાં આવ્યો છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય તથા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીન વિચારશક્તિ પ્રત્યે રસ અને સમજ વિકસાવવાનો છે.

Related Posts