ચીન અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સાથે ઝડપથી તેના સંબંધો મજબૂત કરી રહ્યું છે
ચીન અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સાથે ઝડપથી તેના સંબંધો મજબૂત કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વિદાય બાદ ચીને અફઘાનિસ્તાનમાં પોતાની હાજરી વધારી છે અને તાલિબાન સરકાર સાથે અનેક પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે. અફઘાન પબ્લિક વર્ક્સ મિનિસ્ટ્રીના પ્રવક્તા મોહમ્મદ અશરફ હકશેનાસે મીડિયાને જણાવ્યું કે ચીનથી પહેલું રેલ ટ્રાન્ઝિટ શિપમેન્ટ ઈરાન થઈને અફઘાનિસ્તાન પહોંચ્યું છે. હકશેનાસે જણાવ્યું હતું કે આ શિપમેન્ટ, જેમાં ૧,૦૦૦ ટન લોખંડની કોઇલનો સમાવેશ થાય છે, તે ઇરાનની રેલ્વે મારફતે હેરાત પ્રાંતના રોઝાનક સ્ટેશને પહોંચ્યો હતો. આ પગલાં ત્રણેય દેશો વચ્ચેના ક્ષેત્રમાં વધી રહેલા વેપારને પ્રતિબિંબિત કરે છે,
કારણ કે ત્રણેય દેશોને અમેરિકાના વિરોધી માનવામાં આવે છે. જાહેર બાંધકામ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “ખાફ-હેરાત રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ થવાથી અફઘાન અર્થતંત્ર માટે નવી તકો ઊભી થશે અને આ ક્ષેત્રમાં વેપાર અને ગતિશીલતાના વિસ્તરણ માટે પાયો નાખશે.” તેમણે કહ્યું કે ઈસ્લામિક અમીરાતનું જાહેર બાંધકામ મંત્રાલય અફઘાનિસ્તાનમાં વેપાર અને પરિવહન વધારવા માટે રેલવે જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેટલાક નિષ્ણાતો રેલ્વેને પ્રાદેશિક દેશો સાથે અફઘાનિસ્તાનના જાેડાણને વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માને છે અને આ ક્ષેત્રમાં વધુ રોકાણની જરૂરિયાત પર ભાર આપી રહ્યા છે. આર્થિક નિષ્ણાત અબ્દુલ નાસિર રેશ્તિયાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન એક લેન્ડલોક દેશ છે અને સમુદ્રના અભાવને કારણે વેપાર માટે કોઈ બંદર નથી, તેથી વેપારમાં હંમેશા ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. જ્યારે પણ અફઘાનિસ્તાન વૈશ્વિક રેલ નેટવર્ક સાથે જાેડાયેલું હશે, ત્યારે આપણે દેશના વેપારમાં નોંધપાત્ર વધારો જાેઈશું. નાસિરે કહ્યું, “રેલવેનો પહેલો ફાયદો એ છે કે મોટી માત્રામાં સામાન એક દેશમાંથી બીજા દેશમાં લઈ જઈ શકાય છે. બીજું, અફઘાન વેપારીઓ માટે, રેલ પરિવહન હવાઈ અને માર્ગ પરિવહન કરતાં ઘણું સસ્તું છે. અગાઉ, ૫૫ કારમાં અફઘાન કોમર્શિયલ માલસામાનનો મોટો માલ કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન થઈને ૨૦ દિવસની મુસાફરી પછી ચીનથી સીધો અફઘાનિસ્તાનના હરતન બંદરે પહોંચ્યો હતો.
Recent Comments