રાષ્ટ્રીય

ચીનની વાત જુદી, પણ ભારત રશિયાથી ઓઈલ નહીં ખરીદે: ફરી ટ્રમ્પનો દાવો

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ તથા રશિયાથી ઓઈલની આયાત મુદ્દે વિવાદ વધી રહ્યો છે. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે ભારત હવે રશિયાથી ઓઈલ નહીં ખરીદે.    

ટ્રમ્પે કહ્યું, કે ‘ભારતે મને આશ્વાસન આપ્યું છે કે હવે તેઓ રશિયાથી ઓઈલ નહીં ખરીદે. તેઓ અચાનક જ ઓઈલ ખરીદવાનું બંધ ના કરી શકે, આ એક લાંબી પ્રક્રિયા છે. પણ વર્ષના અંત સુધીમાં ભારતમાં રશિયાથી આવતા ઓઈલનું પ્રમાણ નહિવત થઈ જશે.’ 

ચીનને લઈને મોટું નિવેદન આપતા ટ્રમ્પે કહ્યું, કે ‘બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.’ નોંધનીય છે કે એક દિવસ અગાઉ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીમાં પણ ટ્રમ્પે ભારત રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે તેવો દાવો કર્યો હતો. જોકે આ મુદ્દે ભારત તરફથી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નહોતો. PM મોદીએ પણ એક્સ પર પોસ્ટ કરી દિવાળીની શુભેચ્છાઓ માટે આભારવિધિ કરી હતી પણ ઓઈલ મુદ્દે ચર્ચા થઈ કે નહીં તે સ્પષ્ટ કર્યું નહોતું. 

Related Posts