ગુજરાત

ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરીનો કહેર, નડિયાદમાં ટુ-વ્હિલર ચલાવતી યુવતીનું ગળું કપાયું

ઉત્તરાયણને હજી બે મહિનાની વાર છે, ત્યાં જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ નડિયાદમાં કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. ચાઈનીઝ દોરીની ઝપેટમાં આવવાથી એક કોલેજિયન યુવતીનું ગળું કપાયું હતું, જો કે, સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો છે.મળતી માહિતી અનુસાર, નડિયાદના વૈશાલી સિનેમા રોડથી માનવ સેવા પરિવાર ટી પોઈન્ટ પર આ અકસ્માત સર્જાયો હતો. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી મનીષા મારવાડી નામની યુવતી ટુ-વ્હીલર પર જઈ રહી હતી ત્યારે તેના ગળામાં અચાનક ચાઈનીઝ દોરી ફસાઈ ગઈ હતી. દોરીના ઘર્ષણથી યુવતીનું ગળું કપાઈ જતાં તે લોહીલુહાણ થઈ ગઈ હતી.આ ઘટના બનતા જ યુવતી સાથે રહેલી તેની મિત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મિત્રએ મનીષાને તુરંત જ નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી. જ્યાં ડૉક્ટરે તાત્કાલિક તેની સારવાર શરૂ કરી દેતાં સદ્નસીબે યુવતીનો જીવ બચી ગયો હતો.

Related Posts