ભાવનગર

“ચીતરો સે આગે ઔર ભી જહાં હૈ” સામાન્ય ખેડૂત પુત્ર ની સફળતા GPSC ની પરીક્ષા પાસ કરી નાયબ કાર્યપાલક પદઉન્નત હરેશ સલોડીયા યુવાનો માટે આઈકોન

(રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મન માં મુંઝાઈ મન માંજ મરી જવાના) 

પાલીતાણા તાલુકા ના નાના એવા ખાખરીયા ગામ ના સામાન્ય ખેડૂત પુત્ર ની અસાધારણ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણાત્મક છે  સલોડિયા પરિવાર ના હરેશભાઈ ની સફળતા GPSC દ્વારા લેવાયેલ નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ ગાંધીનગર મહાનગર પાલિકા (સુપર કલાસ 2) ની કસોટી માં ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે સફળતા પ્રાપ્ત કરી યુવાનો માટે આઈકોન હરેશભાઈ સલોડીયા નો પરિવાર મૂળ સૌરાષ્ટ્ર ના પાલીતાણા તાલુકા ના આદર્શ ગણાતા ખાખરીયા ગામના વતની અને હાલમાં સુરત રહી રત્નકલાકાર નું કામ કરતા પિતા રાઘવભાઈ સલોડિયા ના પુત્રરત્ન હરેશભાઈ  સલોડિયા એ GPSC દ્વારા લેવાયેલ નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ ગાંધીનગર મહાનગર પાલિકા (સુપર કલાસ 2) ની કસોટી માં ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે સફળતા પ્રાપ્ત કરી છે. તેઓ હાલમાં મદદનીશ ઇજનેર તરીકે માર્ગ મકાન વિભાગમાં જીલ્લા પંચાયત પેટા વિભાગીય કચેરી ઝાલોદ, દાહોદ ખાતે  ઈજનેર પદે નિયુક્ત થઈ ફરજ બજાવે છે

ખાખરીયા ગામમાં સામાન્ય પરિવાર અને ટૂંકી ખેતી નું કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવતા લાભુભાઈ સલોડિયા ને ચાર પુત્રો પૈકી રાઘવભાઈ સૌથી નાના હતા રાઘવભાઈ એ પિતા સાથે  મોટા ભાઈ ઓને અથાગ પરિશ્રમ કરતા જોયા છે અને તેમની સાથે ખંભો મિલાવી પરિશ્રમ કરી સંઘર્ષ સામે ઝઝૂમ્યા છે

સંયુક્ત પરિવાર ની એકતા જાળવવા પોતાના સંતાનો ને પણ ઉચ્ચ નમ્રતા ના ઉમદા વિચારો ના સંસ્કાર પીરસ્યા છે સમય સાથે આગળ વધવા અને પરિવાર નો વિકાસ કરવા સુરત માં હીરા ના કારખાના માં મજૂરી કામ કરીને પણ પુત્ર હરેશભાઈ ને ભણાવવા ગણાવવા ઉચ્ચતર શિક્ષણ માટે પીછેહઠ કરી નહીં… પરિવાર ની અખંડ એકતા વચ્ચે હરેશભાઈ એ પ્રાથમિક શિક્ષણ ખાખરીયા ની પ્રાથમિક શાળા માં મેળવી હાઈસ્કૂલ નો અભ્યાસ ગોંડલ ના ગુરુકુળ માં મેળવ્યો અને કોલેજ અમદાવાદ કરી gpsc ની પરીક્ષા માં પ્રથમ ક્રમાંક લાવી પોતાના નામ સાથે માતા પિતા અને પરિવાર ના નામનો ગુજરાત માં ડંકો વગાડ્યો છે.

કહેવાયું છે કે સત્ય, નીતિમત્તા અને સત્કાર્ય છે ત્યાં પ્રભુ ના આશીર્વાદ વરસતા રહે છે એવી કથની સાથે આ પરિવાર સેવા સાથે ધાર્મિક સ્વભાવી રહ્યો છે. ભલે જીવન માં સંઘર્ષ ઘણા આવ્યા પણ યથા શક્તિ ગામની સેવા પ્રવૃતિ માં સાથ આપ્યો છે ત્યારે જ તો આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર આશીર્વાદ થી આ પરિવાર વચ્ચે આજે પણ એકતા જળવાઈ રહી છે અને પુત્રો આગળ વધી રહ્યા છે. કોઈ કે લખ્યું છે કે સૌનો સાથ સૌનો વિશ્વાસ કરતા રહીએ પ્રગતિ તરફ પ્રયાણ જે યુવાનો કુશળ સાહસિક હિંમતવાન અને નિર્ભય હોય તેજ શક્તિ સંપન્ન ગણાય છે 

“સસીમ સતા ધારણ કરવા છતાં તેનો દૂર ઉપીયોગ ન કરવો એ સદગુણ નો સૌથી મોટો પુરાવો છે” તેમ સંપૂર્ણ નિરાભિમાની મિતભાષી સ્વભાવ માં યુવાને અસાધારણ સફળતા મેળવી સમગ્ર પંથક નો ગૌરવ વધારતા ઠેર ઠેર થી શુભેચ્છા પાઠવતા સામાજિક સ્વૈચ્છિક સંગઠનો ના અગ્રણી ઓ 

I

Click to teach Gmail this conversation is not important

Related Posts