ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદ કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના જીવનમાં ખુશીઓ આવી ગઈ છે. ધનશ્રીને તેની પહેલી ફિલ્મ મળી ગઈ છે અને આ સાથે જ તે એક્ટિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરશે.
ધનશ્રી વર્મા હવે ફિલ્મમાં એક્ટિંગ કરતી જાેવા મળશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ધનશ્રી વર્મા તેલુગુ ફિલ્મ ‘અકાશમ દાતી વાસ્તવ‘થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.
આ એક ડાન્સ આધારિત ફિલ્મ હશે. જેનું નિર્માણ દિલ રાજુ અને ફિલ્મનું દિગ્દર્શન શ્રી શશી કુમાર કરી રહ્યા છે. તેમજ આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે, આ અંગેની માહિતી ધનશ્રીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.
આ અંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરતા ધનશ્રીએ કેપ્શનમાં લખ્યું, ‘શૂટ રેપ. મારી પહેલી ફિલ્મ, મારી ખાસ ફિલ્મ અને આ તમારા માટે છે, હૈદરાબાદ. પહેલી ફિલ્મ પૂરી કરવાનો અહેસાસ કંઈક અલગ જ હોય છે. હું ખૂબ જ ઉત્સાહિ અને નર્વસ છું. મારી અદ્ભુત ટીમ અને દિલ રાજુ પ્રોડક્શન્સ સાથે ખૂબ જ મજા આવી. થિયેટરોમાં મળીશું.‘
જાે કે, આ બધા સમાચારો વચ્ચે, ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી. હવે જાેવાનું એ છે કે તેમની ફિલ્મ મોટા પડદા પર ક્યારે રિલીઝ થશે.
કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા ને તેલુગુ ફિલ્મમાં મળ્યો ‘રોલ‘

Recent Comments