ભાવનગર

ચૂમે ગગનને તમારી ચીલ, પણ સાવચેતીમાં ન રાખતા ઢીલ ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે માર્ગદર્શિકા કરાઈ

ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત ૧૪ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે કોઈ દુર્ધટના/આપત્તિના સમયે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર ૧૦૭૭ અને ઇમરજન્સી ટોલ ફ્રી નંબર ૧૦૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.

આટલુ કરો
 પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો.
 માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો.
 પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પુરતી છે કે કેમ તેની ખાત્રી કરો.
 માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દુર રહો.
 ધાબાની અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો.
 પતંગ ચગાવતાં બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે.
 ત્રણ સ યાદ રાખો… સમજદારી, સદભાવ અને સાવચેતી
 સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ ના ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું
ટાળો. પક્ષીઓનું જીવન બચાવીએ.

આટલુ ન કરો
 સીન્થેટી વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે જે ચાઈનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ
ચગાવવામાં ન કરો. આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે. લોકોને તેના ઘા ની અસર તહેવારની ઉજવણી બાદ પણ લાંબા સમય
સુધી રહે છે.
 વીજળીના તારમાં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો.
 લૂઝ કપડા ન પહેરવા, માથે ટોપી પહેરવી.
 મકાનોના ગીચ વિસ્તારોમાં પતંગ ચગાવવા નહિ.
 ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવો.
 પતંગ કપાઈ જાય તો આવા મકાન ઉપરની છત ઉપરથી પતંગ લેવા દોડવું નહિં.
 થાંભલામાં કે મકાનમાં ફલાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેંકવો

Related Posts