અમરેલી તા. ૩૧ મે, ૨૦૨૫ (શનિવાર) ઓપરેશન સિંદૂર બાદ નાગરિકોને સચેત તેમજ જ્ઞાત કરવાના ઉદ્દેશ્ય સાથે તકેદારીના ભાગરુપે ઓપરેશન શીલ્ડ અન્વયે અમરેલી જિલ્લામાં તા.૩૧ મે, ૨૦૨૫ને શનિવારના રોજ રાત્રે ૮ થી રાત્રે ૮.૩૦ વાગ્યા (૩૦ મિનિટ) સુધી તમામ તાલુકા મથકો, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારો સહિત અમરેલી જિલ્લામાં બ્લેક આઉટ એક્સરસાઇઝ યોજાઈ હતી.
ઓપરેશન સિંદૂર બાદ નાગરિકોને સચેત તેમજ જ્ઞાત કરવાના ઉદ્દેશ્ય સાથે ઓપરેશન શિલ્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લેક આઉટ એક્સરસાઇઝ (અંધારપટ) ના ભાગરુપે અમરેલી જિલ્લાના નાગરિકોએ સ્વંયભૂ ઘર, વ્યવસાયના સ્થળો સહિતની જાહેર જગ્યાઓ પર લાઇટ બંધ રાખી હતી.
મહત્વનું છે કે, તકેદારીના ભાગરુપે ઓપરેશન શીલ્ડ અંતર્ગત શનિવારે બ્લેકઆઉટ એક્સરસાઇઝ યોજી નાગરિકોને જાગૃત્ત તેમજ ઓપરેશન શિલ્ડ અને તેના મહત્વ અને જરુરિયાત બાબતે સમજૂત કરવા માટે રાજ્ય સરકારની સૂચના હતી.
આ અન્વયે અમરેલી જિલ્લાના , ડેમ, ઔદ્યોગિક એકમોની પ્રોડક્શન સિવાયની સાઇટ તેમજ રહેણાંક મકાનો, વ્યવસાયિક એકમો સહિત
તમામ મહત્વના સ્થળો પર સ્વયંભૂ બ્લેકઆઉટ હતું.
જિલ્લાના તમામ ડેમ અને જે સ્થળોએ સાઇરન છે તેવા સ્થળોએ રાત્રિના ૮.૦૦ કલાકે સાઇરન વાગ્યા હતા. જોકે, આ સમયે પણ જિલ્લામાં હોસ્પિટલ-દવાખાનાઓ અને આવશ્યક સેવાઓ સહિત ઇમરજન્સી તમામ સેવાઓ વિના વિક્ષેપ યથાવત રીતે શરુ રહી હતી.
Recent Comments