શહેરીજનોનો વિશ્વાસ એ જ અમારી તાકાત,શહેરને બદલાવવાના લોકોના સ્વપ્નને સાકાર કરવા અમે કટિબઘ્ઘ : કસવાલા

ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાની હાજરીમાં વોર્ડ નં.૩ના ઉમેદવાર ગૌતમ સાવજને મળ્યુ જંગી સમર્થન.તા.૧૨-૦૨-૨૫ના રોજ આડીશેરી ખાતે સા.કુંડલા નગરપાલીકા વોર્ડ નં.૩ની પેટા ચુંટણીને ઘ્યાનમાં રાખી વોર્ડ નં.૩ના ભાજ૫ના ઉમેદવાર ગૌતમ સાવજને ચુંટણીમાં જંગી બહુમતીથી જીતાડવા બે ભવ્ય મિટીંગનુ આયોજન કરવામાં આવ્યુ જેમાં ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા તેમજ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ કાર્યકર્તાઓ ઉ૫સ્થિત રહ્યાઆ તકે ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાએ વઘુમાં જણાવ્યુ કે,ગૌતમ સાવજ એક શિક્ષિત અને એડ્વોકેટ ઉમેદવાર છે,
વોર્ડ નં.૩માં રહે છે,વોર્ડ નં.૩નો નેતા નહી ૫ણ બેટા છે,આગવી કોઠા સુઝ ધરાવતો તેમજ સ્વર્ગસ્થ જયસુખભાઇ નાકરાણીના વિચારોને આગળ ધપાવી સમાજસેવા માટે હંમેશ તત્પર છે.એવા યુવા ઉમેદવારને ૧૬ તારીખે જ્વલંત વિજય અપાવો એમાટે હું વોર્ડ નં.૩ના નાગરિકોને વિનંતી કરવા આવ્યો છું.ગૌતમ સાવજને મળ્યુ બહુ મોટુ સમર્થન,બન્ને મિટીંગમાં ધારાસભ્યશ્રી મહેશ કસવાલા રહ્યા ઉ૫સ્થિત,દિગ્ગજોએ આપી વોર્ડ નં.૩ના ઉમેદવાર ગૌતમ સાવજને શુભેચ્છા,બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.વોર્ડ નં.૩ની મિટીંગમાં ઉમેદવાર ગૌતમ સાવજને ભવ્ય અને દિવ્ય સમર્થન મળતા ભાવુક થયેલ તેમજ તેમને ભારતીય જનતા પાર્ટીના શિર્ષ નેતૃત્વે જે જવાબદારી સોંપી છે.તેને નિષ્ઠાપુર્વક પાર પડીશ એવી ખાતરી આપી હતી.
Recent Comments