રાષ્ટ્રીય

બિહારના સાસારામમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ અને ફાયરીંગ; ૧ વિદ્યાર્થીનું મોત

બિહારના સાસારામમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી અને ફાયરિંગ થયુ છે. તેમને ઉત્તરવહી જાેયા પછી ચોરી કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ વાતથી તેઓ રોષે ભરાયા હતા. અને ઘટનાને અંજામ આપ્યો હતો. આ ફયરિંગની ઘટનામાં ૧૬ વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતુ. વિવાદમાં સામેલ બધા વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ની પરીક્ષા આપી રહ્યા હતા. પોલીસે એક સગીર વિદ્યાર્થીને હથિયાર સાથે પકડ્યો છે.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સાસારામના એક પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ અને જ્યારે તેમને ઉત્તરવહીઓ જાેયા પછી ચોરી કરવાની મંજૂરી આપવામાં આવી નહીં ત્યારે તેઓ ગોળીબાર કરવા લાગ્યા. આ દરમિયાન, ગોળી વાગવાથી ૧૬ વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતુ. આ ઘટના ધૌધધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારાચંડી નજીક બની હતી જ્યાં ધોરણ ૧૦ ની પરીક્ષાઓ ચાલી રહી હતી. પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઉત્તરવહીઓ જાેયા પછી ચોરી ન કરવા દેવા અંગે વિવાદ થયો હતો. બંને જૂથો એકબીજા સાથે અથડાયા. ગોળીબારમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું, જ્યારે બીજાે વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ ઘટનામાં મૃતક અમિત કુમાર દેહરીના શંભુ બિઘાના રહેવાસી મનોજ યાદવનો પુત્ર હતો. આ વિવાદમાં સામેલ બધા છોકરાઓ દેહરીની હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ છે. આ બધા માટે પરીક્ષા કેન્દ્ર સેન્ટ અન્ના હાઇ સ્કૂલ, સાસારામમાં છે. પરીક્ષા દરમિયાન, જ્યારે પરીક્ષા ખંડમાં ઉત્તરપત્રમાંથી નકલ કરવાની મંજૂરી નહોતી, ત્યારે કેટલાક છોકરાઓએ હંગામો મચાવ્યો હતો. આ વિવાદમાં, લડાઈ દરમિયાન, ગોળીબાર થયો અને બે વિદ્યાર્થીઓને ગોળી વાગી. અમિત કુમારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જ્યારે બીજા વિદ્યાર્થી સંજીત કુમારની હાલત ગંભીર છે. પોલીસે અમિતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને તેના પરિવારને સોંપી દીધું છે.

Follow Me:

Related Posts