નવસારીમાં પાર્કિંગ મામલે બે જૂથ વચ્ચે અથડામણ : પોલીસે સૂત્રોચ્ચાર કરનાર ટોળા સામે FIRની તજવીત શરૂ કરી
પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ નવસારીમાં મોડી રાત્રે પાર્કિંગ મામલે બે જૂથ વચ્ચે અથડામણફાટી નીકળતા પરિસ્થિતી તંગ બની હતી. પોલીસે આ મામલે સુત્રોચ્ચાર કરનારા ૩૦૦ જણા સામે ફરિયાદ નોંધી છે. હાલત એટલી ખબાર હતી કે ખુદ જીઁ દંડો લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગત રોજ એક વિવાદમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી, મોડી રાત્રે ટોળાએ રામ મંદિરમાં ભેગા થઈ રામધૂનનું આયોજન કર્યું હતું, જેના પછી ટોળા દ્વારા કાગદીવાડ તરફ ધસી જવાની ઘટના બની હતી. જેમાં જય શ્રી રામના નારા પોકારવામાં આવ્યા હતા. પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી કરી પરંતુ આ દરમિયાન પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે. પોલીસ તેમજ સ્થાનિક આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. દરગાહ રોડની હાલમાં સ્થિતિ નિયંત્રિત છે.નવસારી શહેરમાં આવેલા દરગાહ રોડ પરની પેન્ટરશૈખની ગલીમાં રહેતા મયુરીબેન તથા તેમના પતિ વિમલભાઈ પટેલ સાથે તેમના ઘર પાસે ઉભા હતા. તે દરમિયાન આજ મોહલ્લામાં રહેતા શાહ નવાજ ભંડેરી તેની બાઈક પર બેસીને નીકળ્યો હતો અને વિમલ પટેલને તેની બાઈક નડતી હોવાથી સાઇટ ઉપર હટાવી લેવાનું કહ્યું હતું તે દરમિયાન શાહનવાઝે તેને ગાળો આપી અને મોબાઈલ ફોન કરીને તેના અન્ય સાગરિતોને બોલાવ્યા હતા.
ટૂંક સમયમાં પાંચ સાગરીતો દોડી આવ્યા હતા અને વિમલ પટેલને ગાળો આપી માર મારવાની ધમકી આપી જાતિ વિષયક અપમાન કરતી ટીપ્પણી કરી હતી.જેના પગલે બન્નો પક્ષો વચ્ચે તંદેલી પ્રસરી હતી. આ બાબતે સોશિયલ મીડિયામાં કેટલાક પોસ્ટ ઝડપી વાયરલ થઈ હતી. પરિણામે ગઈકાલે રાત્રે પટેલ દંપતીના સમર્થન કરતું ૨૦૦નું ટોળુ નવસારી ટાઉન પોલીસ મથકે ઘસી જઈને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બીજી તરફનું પણ યુવાનોના ટોળા પણ દરગાહ રોડ ઉપર ભેગા થતા પોલીસે ચુસ્ત ચાંપતો બંદોબસ્ત ગોઠવી બને પક્ષના ટોળાને વિખેરી દઈ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, આ પ્રકરણમાં પોલીસે ગઈકાલે મયુરી વિમલભાઈ પટેલની ફરિયાદને આધારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી શાહ નવાજ ઇકબાલ શેખ અને રસીદા સમદની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
ગત મોડી રાત્રે રામ મંદિરમાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા હતા અને ત્યાંથી રામધૂન બોલાવી સીધા દરગાહ રોડ વિસ્તારમાં પહોંચ્યા હતા અને જય શ્રી રામના નારા પોકારવામાં આવ્યા હતા,આ મામલે પોલીસે તાત્કાલિક તત્પરતા દાખવીને દરગાહ રોડ વિસ્તારમાં મોટો પોલીસ કાફલો ખડકી દીધો હતો અને ટોળાને નિયંત્રિત કરવા માટેના પગલાં લીધા હતા. આ મામલે સામ સામે નારે બાજી પોકારવામાં આવતા પોલીસે તાત્કાલિક ૨૦૦થી ૩૦૦ જેટલા ટોળા સામે એફઆઇઆર નોંધવાની તજવીત શરૂ કરી છે. બંને જૂથ સામ સામે આવી જતા જૂથ અથડામણ ન થાય અને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેમાં શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તેમ જ અફવાઓ ફેલાય નહીં તે માટે ટોળાને વિખેરવામાં આવ્યા હતા. જે અંગેની હ્લૈંઇ ટાઉન પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.
વીડિયોગ્રાફી તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.નવસારીના સોશિયલ મીડિયા ઉપર બંને ટોળા પૈકી કેટલાક લોકો દ્વારા શહેરની શાંતિ ડહોળવા માટે વિવાદિત લખાણ ફરતા કર્યા હતા. જેના આધારે અફવાઓનું બજાર ગરમ બન્યું હતું, આ મામલે બંને ટોળા પૈકી ઉશ્કેરણી જનક વાતાવરણ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જાેકે પોલીસે એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી. નવસારી જિલ્લા પોલીસ અધીક્ષક સુશીલ અગ્રવાલ શહેરીજનોને અપીલ કરે છે કે, નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારમાં જે માથાકૂટ થઈ હતી. તે મામલે પોલીસે જવાબદારો સામે કાર્યવાહી કરી છે, ત્યાર બાદ સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવવામાં આવી હતી તે મામલે પણ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ગત રાત્રે જે ટોળા દરગાહ રોડ પર ભેગા થયા હતા અને સામસામે સૂત્રોચ્ચાર કર્યા હતા, તેવા ૨૦૦થી ૩૦૦ જેટલા જવાબદારો સામે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે.
Recent Comments