અમરેલી

અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આજથી પ્રારંભ થઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજથી પ્રારંભ થયો છે , જે 27 ફેબ્રુઆરી, 2025 થી 17 માર્ચ, 2025 સુધી યોજાશેઅમરેલી જિલ્લામાં કુલ 19,495 વિદ્યાર્થી ધો. 10ની પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે ધો. 12ના સામાન્ય પ્રવાહમાં 9,572 વિદ્યાર્થી, વિજ્ઞાન પ્રવાહમાંથી 1,728 વિદ્યાર્થી પરીક્ષા આપશે.

વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રોત્સાહન માટે અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરત સુતરીયા દ્વારા પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેમણે કંકુ તિલકનો ચાંદલો કરી મો મીઠા વિદ્યાર્થીઓના કરાવ્યા અને તમામ વિદ્યાર્થીઓને સફળતાની શુભકામનાઓ પાઠવી હતીપરિક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રો પર શિસ્તપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને વાલીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓ માટે મંગલકામનાઓ પાઠવાઈ હતી. આ તકે  પ્રાથમિક જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી કિશોરભાઈ મિયાણી, શાળાના પ્રિન્સીપાલશ્રી રોહિતભાઈ મહેતા તેમજ શિક્ષકોશ્રી ઉપસ્થિત રહયા હતા

Related Posts