ગુજરાત

“એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત શાસ્ત્રીય સ્પર્ધા: પીએમ શ્રી કેવી અમદાવાદ કેન્ટમાં સાંસ્કૃતિક કલાઓનું ભવ્ય પ્રદર્શન

“એક ભારત શ્રેષ્ઠ ભારત” કાર્યક્રમની પ્રવૃત્તિ તરીકે આજે, 5 જુલાઈ, 2025ના રોજ સવારે 8:00 થી 9:40 વાગ્યા સુધી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટ ખાતે શાસ્ત્રીય સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 14 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

હાઉસવાર આયોજિત આ સ્પર્ધા બે જૂથોમાં વહેંચવામાં આવી હતી – જૂનિયર (ધોરણ VI થી VIII) અને સિનિયર (ધોરણ IX થી XII).

જૂનિયર જૂથમાં છોકરાઓના વર્ગમાં રઘુવ (શિવાજી હાઉસ)એ પ્રથમ સ્થાન, પાર્થ (ટાગોર હાઉસ)એ દ્વિતીય સ્થાન અને રવિરાજ (અશોક હાઉસ)એ તૃતીય સ્થાન મેળવ્યો.

છોકરીઓના વર્ગમાં વૈષ્ણવી (શિવાજી હાઉસ) પ્રથમ, હેમાલી (રમણ હાઉસ) દ્વિતીય અને રુત્વા (ટાગોર હાઉસ) તૃતીય સ્થાને રહી.

સિનિયર જૂથમાં છોકરાઓના વર્ગમાં હિમાંશુ (રમણ હાઉસ)એ પ્રથમ અને નિલ પંચાલ (ટાગોર હાઉસ)એ દ્વિતીય સ્થાન મેળવ્યો.

જ્યારે છોકરીઓમાં સ્વસ્તિકા (ટાગોર હાઉસ)એ ભારતનાટ્યમની મનમોહક રજૂઆત સાથે સૌને મંત્રમુગ્ધ કરી પ્રથમ સ્થાન મેળવ્યું. ધ્યાના (રમણ હાઉસ)એ દ્વિતીય અને વર્ષા (અશોક હાઉસ)એ તૃતીય સ્થાન મેળવ્યું. આ સ્પર્ધાએ વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને ભારતીય સાંસ્કૃતિક કળાઓ પ્રત્યે ગૌરવભાવ જગાવ્યો.

Related Posts