ભાવનગર,બોટાદ અને અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે શ્રી અટલ બિહારી
વાજપેયી ઓપન એર થીયેટર, મોતીબાગ ટાઉન હોલ ખાતે ક્લસ્ટર રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું
હતું.
આ ભરતીમેળામાં કુલ-૩૩ નોકરીદાતાઓ તેમજ ૧૬૦૦ થી વધુ રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓએ ભાગ
લીધો હતો.જેમાંથી સર્વિસ સેક્ટર ૬૫૦ થી વધુ તેમજ મેન્યુફેકચરીંગ સેક્ટરમાં ૬૦૦ થી વધુ એમ કુલ-૧૨૫૦ થી
વધુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
આ ક્લસ્ટર ભરતીમેળાનો ઉદ્દેશ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં ઉત્તમ રોજગારીની તકો પૂરી પાડવાનો હતો. SSC /
HSC / GRADUATE/ POST GRADUATE / ITI / DIPLOMAની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ
ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ભરતી મેળામાં ફીટર, વેલ્ડર, ઓપરેટર, વાયરમેન, એચ.આર. સેલ્સ, મેન્ટેનન્સ, બ્યુટિશિયન, હેર ડ્રેસર,
ફ્લોર મેનેજર, સોશિયલ મીડિયા મેનેજર, પરચેઝ મેનેજર, એડમીન, માર્કેટિંગ હેડ, કન્ટેન્ટ ક્રિએટર, ફોટોગ્રાફર,
કેશિયર, હાઉસ કીપિંગ, સ્ટોક ઇન્ચાર્જ, કાઉન્સેલર વગેરે જેવાં પદો માટે ઉમેદવારોની નોંધણી કરી હતી.
આ મેળામાં જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ ઉમેદવારોને રોજગાર સંબંધિત માર્ગદર્શન પણ પુરું પાડવામાં
આવ્યું હતું.


















Recent Comments