ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે તા. ૦૩.૦૧.૨૦૨૬ના રોજ સવારે ૯.૩૦ વાગ્યે શ્રી અટલ બિહારી વાજપાઈ ઓપન એર થિયેટર, મોતીબાગ-ભાવનગર ખાતે ક્લસ્ટર- ભરતીમેળો (મેગા જોબ ફેર) અને સ્વરોજગાર શિબિર યોજાશે. આ ભરતીમેળામાં વિવિધ કંપનીના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા, ધોરણ ૭ કે તેથી વધુ અને આઈ.ટી.આઈ પાસ, સ્નાતકકક્ષા, માસ્ટર ડિગ્રી, ડિપ્લોમા હોલ્ડરની લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. ઉમેગવારોએ ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ, બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે રાખી ભાગ લેવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ભાવનગર સ્થિત શ્રી અટલ બિહારી વાજપાઈ ઓપન એર થિયેટર ખાતે તા. ૩ જનાયુઆરીએ ક્લસ્ટર- ભરતીમેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે


















Recent Comments