ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તારીખ ૩ જાન્યુઆરી,૨૦૨૬ ને શનિવારના રોજ સવારે
૧૦:૦૦ કલાકે શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થીયેટર, મોતીબાગ ટાઉન હોલમાં ક્લસ્ટર ભરતી મેળાનું
આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં SSC / HSC / GRADUATE/ POST GRADUATE / ITI / DIPLOMAની લાયકાત ધરાવતા
ઉમેદવારો માટે ફીટર, વેલ્ડર, ઓપરેટર, વાયરમેન, એચ.આર. સેલ્સ, મેન્ટેનન્સ, બ્યુટિશિયન, હેર ડ્રેસર, ફ્લોર
મેનેજર, સોશિયલ મીડિયા મેનેજર, પરચેઝ મેનેજર, એડમીન, માર્કેટિંગ હેડ, કન્ટેન્ટ ક્રિએટર, ફોટોગ્રાફર, કેશિયર,
હાઉસ કીપિંગ, સ્ટોક ઇન્ચાર્જ, કાઉન્સેલર વગેરે જગ્યાઓ ભરવાની છે.
ઉક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતી મેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે
રિઝ્યુમની કોપી સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી
માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવા
જિલ્લા રોજગાર અધિકારીશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભાવનગર ખાતે શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થીયેટર હોલમાં તા. 3 જાન્યુઆરીએ કલ્સ્ટર ભરતી મેળો યોજાશે


















Recent Comments