ગુજરાત

CM બાદ હવે CR ના નિવાસ સ્થાને આજે યોજાશે ડીનર ડીપ્લોમસી, ચૂંટણીની તૈયારીઓ

આજે સીઆર પાટીલના નિવાસ સ્થાને ડીનર ડિપ્લાેમસીનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આગામી બે દિવસની અંદર વિધાનસભા સત્રની કાર્યવાહી પૂર્ણ થવાની છે, જેથી આ ડીનર ડીપ્લાેમસીની અંદર ચૂંટણી મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. 
આજે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નિવાસ સ્થાને ગાંધીનગર સેક્ટર 8 ખાતેના તેમના ઘરે તમામ ધારાસભ્યાે, મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારોને ડિનર ડીપ્લામસીને લઈને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગત સપ્તાહમાં સીએમ ના ઘરે ડીનર ડીપ્લાેમસીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ વખતે પ્રદેશ પ્રમુખના ત્યાં આ આયોજન કરાયું છે.
 આગામી સમયમાં ચૂંટણી ગુજરાતમાં યોજાવા જઈ રહી છે ત્યારે તેની તૈયારીઓ પણ બીજેતી તરફથી અત્યારથી જ કરવામાં આવી રહી છે. આ ડીનર ડીપ્લામસી સાથે મહત્વની વાતો ચૂંટણીને ધ્યાનમાં રાખી સીઆર પાટીલ દ્વારા કરવામાં આવશે. જેમાં સંગઠનના માળખાની કઈ રીતની કામગિરી હશે તેને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે. 

આમ તો આ પ્રકારની ડીનર ડીપ્લામસીનું આયોજન અવાર નવાર થતું હોય છે પરંતુ જે રીતે આગામી વિધાનસભાની ચૂંટણી ઓ આવી રહી છે તેને જોતા ખાસ આયોજન સીઆર પાટીલ દ્વારા કરવામાં આવ્યું છે.

Related Posts