રાષ્ટ્રીય

બિહારમાં બમ્પર જીત બાદ CM નીતિશની પ્રથમ પ્રતિક્રિયા, PM મોદી અને ચિરાગ પાસવાનનો માન્યો આભાર

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની બમ્પર જીતથી ગદગદ થયેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. ચૂંટણી પરિણામોમાં વલણ મુજબ એનડીએ 200થી વધુ બેઠકો પર આગળ છે, જેમાં ભાજપ 91 અને જનતા દળ યુનાઇટેડ (JDU) 85 બેઠકો પર આગળ છે.મુખ્યમંત્રી નીતિશ કુમારે જીત બાદ ટ્વિટ કરીને પ્રથમ પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે, ‘બિહાર વિધાનસભા ચૂંટણી-2025માં રાજ્યના લોકોએ અમને ભારે બહુમત આપ્યો અને અમારી સરકાર પર વિશ્વાસ રાખ્યો છે. હું આ બમ્પર જીત આપવા બદલ રાજ્યના તમામ મતદારોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા મળેલા સમર્થન બદલ તેમને નમન કરું છું અને હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.’નીતિશ કુમારે વધુમાં લખ્યું છે કે, ‘એનડીએ ગઠબંધને ચૂંટણીમાં એકતા દેખાડીને ભારે બહુમતી મેળવી છે. આ મોટી જીત બદલ હું ગઠબંધનના તમામ સાથી ચિરાગ પાસવાન (Chirag Paswan), જીતન રામ માંઝી (Jitan Ram Manjhi) અને ઉપેન્દ્ર કુશવાહા(Upendra Kushwaha)નો પણ આભાર માનું છું. આપ સૌના સહયોગથી બિહાર વધુ આગળ વધશે અને બિહાર દેશના સૌથી વિકાસશીલ રાજ્યની કેટેગરીમાં સામેલ થશે.’બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ ગઠબંધને 243 બેઠકોમાંથી બહુમતનો 200 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. ગઠબંધનના સાથી પક્ષ ભાજપ 91 બેઠક પર, નીતિશ કુમારની જેડીયુ 85 બેઠક, ચિરાગ પાસવાનની LJPRV 19 બેઠકો પર, હમ પાર્ટી પાંચ બેઠકો પર અને આરએલએમ ચાર બેઠકો પર આગળ છે. જ્યારે વિપક્ષી મહાગઠબંધન માત્ર 34 બેઠકો પર આગળ ચાલી રહી છે. મહાગઠબંધનના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ 24, કોંગ્રેસ 6, સીપીઆઇએમએલએલ 2, સીપીઆઇએમ એક બેઠક અને આઇઆઇપી 1 બેઠક પર આગળ ચાલી રહી છે. વલણ મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે.

Related Posts