રાષ્ટ્રીય

એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સીએમ યોગી એ આપ્યા પોતાના મંતવ્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં સંભલ, મથુરા, મુસ્લિમ, બુલડોઝર, વિરોધ અને વકફ સુધારા જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા સાથે વીરોધીઓ પર કટાક્ષ પણ કર્યો હતો.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લાઉડસ્પીકર હટાવવાના ર્નિણય પર કહ્યું હતું કે, કોર્ટના આદેશ મુજબ અમે મસ્જિદ પરિસરમાંથી લાઉડસ્પીકરમાંથી આવતા અવાજને નિયંત્રિત કરવાનું કામ કર્યું છે.
રાજ્યમાં બુલડોઝરની કાર્યવાહી પર સીએમ યોગીએ કહ્યું કે કાયદો પોતાના હાથમાં લેનારાઓને પાઠ ભણાવવામાં આવશે. જેઓ જે ભાષા સમજે છે તેને તે ભાષામાં સમજાવવામાં આવશે. સંભલ પર સીએમએ કહ્યું કે અમે તેનું સત્ય દરેકને બતાવીશું. સંભલમાં ૬૮ તીર્થસ્થળો છે. અમે તે બધાને શોધીશું. સંભલમાં જે પણ થયું છે તે અમે આખી દુનિયાને બતાવીશું. કહેવાય છે કે જાે તમે કોઈ હિંદુ ધાર્મિક સ્થળને તોડીને ત્યાં મસ્જિદ બનાવશો તો તે ભગવાનને પણ માન્ય નથી.
મુખ્યમંત્રી યોગી એ મથુરાના મુદ્દા પર કહ્યું હતું કે, અમે કાયદાકીય પ્રક્રિયાને અનુસરી રહ્યા છીએ, જાે મથુરાનો કેસ કોર્ટમાં ન હોત તો ત્યાં ઘણું બધું થયું હોત. યુપીમાં મુસ્લિમોની સુરક્ષા સાથે જાેડાયેલા સવાલ પર સીએમએ કહ્યું કે ૧૦૦ હિંદુ પરિવારમાંથી એક મુસ્લિમ પરિવાર સુરક્ષિત છે પરંતુ ૧૦૦ પરિવારમાંથી ૫૦ હિંદુ પરિવાર પણ સુરક્ષિત નથી. યુપીમાં મુસ્લિમો સૌથી સુરક્ષિત છે, ૨૦૧૭ પછી યુપીમાં કોઈ રમખાણો નથી. દેશમાં હિન્દુઓ સુરક્ષિત છે તો મુસ્લિમો પણ સુરક્ષિત છે. જાે મુસલમાનો તેમનો ઈતિહાસ જાણશે તો વોટ બેંકની રાજનીતિ ખતમ થઈ જશે.

Related Posts