fbpx
રાષ્ટ્રીય

CNG ટ્રેક બ્લાસ્ટ, ૪૬ લોકો આગની લપેટમાં, ૬ લોકો દાઝી ગયા, ૪૦ વાહનો બળીને રાખ, વીડિયો વાયરલ

જયપુર- અજમેર હાઇવે પર ટ્રક સીએનજી અથડામણ થતા વિસ્ફોટ, છ લોકોના મોત થયા રાજસ્થાનના જયપુરમાં શુક્રવારની સવારે એક ડરામણી શરૂઆત થઈ, જ્યારે એક મોટો માર્ગ અકસ્માત અને જાેરદાર વિસ્ફોટ લગભગ ૫૦ લોકોને લઈ ગયો. જયપુરના અજમેર રોડ પાસે એક સીએનજી ટુક બીજા ટ્રક સાથે અથડાઈ હતી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો અને ચારે તરફ આગ ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ૬ લોકો દાઝી ગયા હતા

જ્યારે ૪૦થી વધુ લોકો દાઝી ગયા હતા. એટલું જ નહીં. ૪૦ વાહનો પણ બળીને રાખ થઈ ગયા. આ વાહનોમાં મુસાફરો હતા, જેમણે કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો હતો. શુક્રવારે સવારે ૫ઃ૦૦ વાગ્યે, જ્યારે અંધારું અને ધુમ્મસ હતું. ત્યારે જયપુર- અજમેર હાઇવે પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો. ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે બે ટ્રક અથડાઈ હતી. જેમાંથી એક ટ્રક સીએનજી લઈ રહી હતી. આ અથડામણ બાદ જાેરદાર વિસ્ફોટ થયો અને ચારે તરફ આગ ફેલાઈ ગઈ. જેના કારણે અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા અને ૪૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ૫૦  ઘાયલોને હોસ્પિટલ મોકલીને બચાવ કામગીરી ચાલી રહી છે. 

અકસ્માત બાદ રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ફાયર બ્રિગેડની ૨૦થી વધુ ટીમો આગ ઓલવવામાં વ્યસ્ત છે. ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિકને અસર થઈ છે અને નજીકના રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ટ્રક, પેસેન્જર બસ, ગેસ ટેન્કર, કાર, પીકઅપ, બાઇક અને ટેમ્પો સહિત અનેક વાહનો સંપુર્ણ બળીને ખાખ થઇ ગયા હતા. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ અકસ્માતની નોંધ લીધી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓ પાસેથી દુર્ઘટના વિશે સંપૂર્ણ માહિતી લીધી અને રાહત કાર્યમાં મદદ કરવા સૂચના આપી. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિદ સિંહ દોટાસરાએ ઘાયલોને મળ્યા અને તેમની તબિયત પૂછી. તે જ સમયે, ભાજપના પ્રદેશ પ્રમુખ મદન રાઠોડે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી.

Follow Me:

Related Posts