ગુજરાત

પોરબંદરમાં એરસ્ટ્રિપ પર લેન્ડિગ સમયે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ

પોરબંદરના કોસ્ટગાર્ડના એર એન્કલી ખાતે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં કોસ્ટગાર્ડના ત્રણ જવાનો શહિદ થયા હતા. એર એન્કલી ખાતે છન્ૐ ધ્રુવ હેલિકોપ્ટર લેન્ડ થતી વેળાએ ક્રેશ થતાં ?????૩ લોકોના મોત થયા છે. જેમાં બે પાઇલટ અને ૧ અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઇ ભારે ગમગીની છવાઇ ગઇ હતી. પોરબંદર ખાતે કોસ્ટગાર્ડનું હેડકવાર્ટર આવેલું છે. અહીં એરપોર્ટ નજીક કોસ્ટગાર્ડનું એર એન્કલીવ આવેલું છે. આજે બપોરના ૧૨ વાગ્યા આસપાસ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર લેન્ડ થઈ રહ્યું હતું તે દરમિયાન તે એકાએક થતાં મોટો ધડકો થયો હતો.

જે આસપાસના વિસ્તારો સુધી સંભળાયો હતો. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. જેના કારણે પાયલોટ સહિતના ત્રણ જવાનો સુધીરકુમાર યાદવ, મનોજકુમાર અને સૌરભ નામના ત્રણ જવાનો પણ શહિદ થયા હતા. હેલિકોપ્ટર ક્રેશ થતાં એર એન્કલી ખાતે રહેલા ફાયર બ્રિગેડ તાત્કાલીક દોડી ગયું હતું અને પાણીનો મારો ચલવી આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો પોરબંદર ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. તેમના મૃતદેહને બહાર કાઢી અને પીએમ માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે લાવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે કોસ્ટગાર્ડના ડીઆઇજી પંકજ અગ્રવાલ તેમજ જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ બનવાને લઇ સુરક્ષા એજન્સીમાં ભારે ગમગીની જાેવા મળી હતી.

પોરબંદર કોસ્ટગાર્ડના એર એન્કલીવ ખાતે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ જવાનો શહિદ થય છે. આ બનાવને પગલે સુરક્ષા એજન્સીની કમિટી તપાસ આર્થે પોરબંદર આવે તેવી શકયતા જાેવા મળી રહી છે. આ ઘટના કયા કારણોસર બની તે અંગની ઉંડાણપૂર્વકની તપાસ કરશે તેવું જાણવા મળી રહ્યુ છે. પોરબંદર કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં પ્રાથમિક વિગત આપતા જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોસ્ટગાર્ડની રૂટીન કામગીરીના ભાગરૂપે હેલિકોપ્ટરે ઉડાન ભરી અને પરત ફરી રહ્યું હતું તે દરમ્યાન બપોરના ૧૨ઃ૧૦ મિનિટે ક્રેશ થવાની ઘટના બની હતી. આ બનાવને લઇ વઘુ તપાસ ચાલી રહી છે. આજથી ૪ માસ પૂર્વે ૨ સપ્ટેમ્બર,૨૦૨૪ના રોજ દરિયામાં બોટના ખલાસીના રેસ્કયૂ કરતી વેળાએ ભારતીય કોસ્ટ ગાર્ડ (ૈંઝ્રય્)નું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ધ્રુવ) ક્રેશ થવાની ઘટના બની હતી. તેમાં પણ ત્રણ જવાનો શહિદ થયા હતા. આજે પણ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ જવાનો શહિદ થયા છે. છેલ્લા ચાર માસમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની બે ઘટનામાં છ જવાનો શહીદ થયા છે?

Related Posts