ગુજરાત

રાજ્યમાં આજથી ” ઠંડી રાજ..” આજે રાતથી વધશે ઠંડી, તાપમાનનો પારો 2-3 ડિગ્રી ગગડશે

રાજ્યમાં આજ રાતથી કડકડતી ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે જેથી ઠંડી અનુભવાશેરાજ્યમાં આજ રાતથી કડકડતી ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે જેથી ઠંડી અનુભવાશેરાજ્યમાં કમોસમી વરસાદે હવે વિદાય લીધી છે અને શિયાળો શરુ થઇ ગયો છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યનું વાતાવરણ બદલાયું છે અને ધીમે ધીમે ઠંડીની શરુઆત થઇ ગઇ છે. ખાસ કરીને રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડી વધશે અને ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છેઠંડા પવનના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટશે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 આસપાસ નોંધાય તેવી સંભાવના છે. 

Related Posts