રાત્રે ૧૨ઃ૩૦ કલાકે કલેકટરે આ રોડ પર પહોંચીને કામગીરીની તપાસ કરી, કલેકટરે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ રોડને આઇકોનિક રોડ બનાવવાની દિશામાં કામ કરવા સૂચન કર્યુ. આણંદ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ચિખોદરા ચોકડીથી ગણેશ ચોકડી સુધીના રસ્તાના નવીનીકરણ કામગીરીમાં ગુણવત્તા જાળવવા માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ અચાનક મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગઈકાલે અડધી રાત્રે ૧૨ઃ૩૦ કલાકે કલેકટરે આ રોડ પર પહોંચીને કામગીરીની તપાસ કરી હતી.
તેમણે રોડનું રિસરફેસિંગ, થીકનેસ, કોમ્પેક્શન અને કેમ્બર જેવા પાસાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કલેકટરે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ રોડને આઇકોનિક રોડ બનાવવાની દિશામાં કામ કરવા જણાવ્યું હતું. આ સંદર્ભમાં કલેકટરે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કામદારોને ઉચ્ચતમ ગુણવત્તા સાથે કામ પૂર્ણ કરવાની સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, આ રોડ શહેરનું મુખ્ય પ્રવેશદ્વાર છે અને તેથી તેની ગુણવત્તા ખૂબ જ મહત્વની છે. આણંદ શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું હોવાથી આ કામગીરી પર લોકોનું ધ્યાન કેન્દ્રિત છે. કલેકટરની આ અચાનક મુલાકાતે લોકોમાં સરકારની કામગીરી પ્રત્યે વિશ્વાસ વધાર્યો છે.
Recent Comments