કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા વધુ માં વધુ કડક કાર્યવાહી કરવાની સૂચના : ભૂસ્તર તંત્ર દ્વારા ખનીજ માફિયાઓ પર બાજ નજર

ચેકિંગના પગલે ભૂ માફિયાઓ નવા નવા પેંતરા અજમાવી રહ્યા છે, પરંતુ કલેકટર શ્રી મેહુલ કે. દવેની આગેવાનીમાં તંત્ર કડક ચેકિંગ થકી તેમના દરેક પડકારને પહોંચી વળવા સજ્જ૦૨ મશીન અને ૦૫ ડમ્પરો મળી કુલ ૦૭ વાહનો અને મશીન સહિત આશરે કુલ ૧.૮ કરોડનો મુદ્દામાલ જપ્તગાંધીનગર જિલ્લામાં પાછલા ઘણા સમયથી ખનીજ ચોરી અટકાવવાના પ્રયાસોના ભાગરૂપે કલેકટર શ્રી ગાંધીનગર તથા ભૂસ્તર તંત્રની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. રાત દિવસ કડકમાં કડક ચેકિંગ દ્વારા ખનીજ માફિયાઓને તંત્રની મજબૂત ટીમ માત આપી રહી છે, આ ચેકિંગના પગલે ભૂ માફિયાઓ નવા નવા રસ્તાઓ શોધી રહ્યા ,છે પરંતુ તંત્ર તેમના દરેક પડકારને પહોંચી વળવા સજ્જ છે,ત્યારે કલેકટર શ્રીએ કડક વલણ દાખવતા જિલ્લામાં ખનીજ ચોરી કરતા ઇસમોમાં ફરી એકવાર ફફડાટ ફેલાયો છે.
જેને અનુલક્ષીને કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન સાદીરેતી તથા સાદી માટી ખનિજના બિનઅધિકૃત વહન/ખનન સબબ તા.૦૭/૦૨/૨૦૨૫ ના રોજ ગાંધીનગર જીલ્લાના સરગાસણ ચોકડી ખાતે ખનિજ ભરી વહન કરતા ત્રણ ડમ્પર વાહનો બિનઅધિકૃત વહન કરતા સીઝ કરવામાં આવેલ છે.જેમાં વાહન નં- ય્ત્ન-૦૭-ફઉ-૬૨૫૯ તથા ય્ત્ન-૧૬-છેં-૭૭૬૦ ના વાહન માલિકશ્રી દ્વારા સાદીમાટી ખનીજનું રોયલ્ટી પાસમાં દર્શાવેલ ડેસ્ટીનેશનથી અન્ય જગ્યાએ ડમ્પ કરવા અંગે બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવેલ. જ્યારે વાહન ડમ્પર નં- ય્ત્ન-૦૧-હ્લ્-૪૧૪૨ માં સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવેલ છે.
માઈન્સ સુપરવાઈઝરશ્રી આર.આર.બુખારી દ્વારા સેક્ટર ૧૦, ગાંધીનગર ખાતેથી સાદીમાટી ખનિજનું પરમીટ/પરવાનગી વગર બિનઅધિકૃત ખનન માટે એક એક્સેવેટર મશીન સીરીયલ નં-ઊ૪૦૧ડ્ઢ૦૧૨૫૦ અને પાંચ ડમ્પર પૈકી વાહન નં ય્ત્ન-૧૮-મ્-૧૪૫૧ જપ્ત કરી મશીન દ્વારા કરાયેલા સાદીમાટી ખનિજના બિનઅધિકૃત ખનનવાળા વિસ્તારની માપણી હાથ ધરવામાં આવી છે.
એજ રીતે તા.૦૯/૦૨/૨૦૨૫ ના રોજ ગાંધીનગર તાલુકાના ફતેપુરા સાબરમતી નદીપપટ્ટ વિસ્તારમાં સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખનન/વહન અન્વયે ૦૧ જે.સી.બી. મશીન તથા ૦૧ ડમ્પર વાહન જપ્ત કરવામાં આવેલ છે. જે પૈકી જે.સીબી ચેચીસ નં.ઇછત્ન૩ડ્ઢઠજી૪ઈ૦૩૪૯૧૨૨૬ તથા ડમ્પર વાહન નં ય્ત્ન-૨૪-ફ-૫૨૨૧ સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત ખોદકામ કરી વહન કરતા પકડવામાં આવેલ છે. જે.સી.બી.મશીન દ્વારા કરાયેલા સાદીરેતી ખનિજના બિનઅધિકૃત ખનનવાળા આ વિસ્તારની પણ માપણી હાથ ધરવામાં આવી છે.
આમ, કચેરી દ્વારા ૦૨ મશીન અને ૦૫ ડમ્પરો મળી કુલ ૦૭ વાહનો/મશીનની આશરે કુલ ૧.૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આમ, ઉપરોક્ત જપ્ત કરેલ વાહનો/મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Recent Comments