અમરેલી

અમરેલી તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં “રંગબેરંગી ચિત્રો” બન્યા આકર્ષણનું કેન્દ્ર

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” અંતર્ગત અમરેલી તાલુકાના આઈ.સી.ડી.એસ ઘટક-૨ હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.ડી.પંડ્યા તથા જિલ્લા કાર્યક્રમ અધિકારીશ્રીહીરલ બહેન રાજયગુરુના માર્ગદર્શન હેઠળ બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી નિરાલી બહેન કીકાણીની દેખરેખ હેઠળ કેન્દ્રોમાં કલરકામચિત્રકામ અને રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ છે.

અમરેલી તાલુકામાં પોતાના મકાનમાં કાર્યરત ૯૬ આંગણવાડી કેન્દ્રોમાં નાના-મોટા સમારકામકલરકામ અને ચિત્રકામ દ્વારા સ્વચ્છતા સાથે આકર્ષક માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં રૂ. ૮,૫૦૦ની ગ્રાન્ટ હેઠળ ૪૫ કેન્દ્રોમાં કલરકામ તથા ચિત્રકામ સહિતના સમારકામના કામો પૂર્ણ થયા છેજ્યારે ૫૧ કેન્દ્રોમાં કામગીરી પ્રગતિમાં છે. ઉપરાંત રીપેરીંગ અને મેન્ટેનન્સ માટે રૂ. ૨ લાખની ગ્રાન્ટ હેઠળ ૦૫ કેન્દ્રોમાં રીપેરીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ નવીનીકરણથી આંગણવાડીમાં આવતા બાળકોને રંગબેરંગી ચિત્રો દ્વારા સરળતાથી અક્ષરજ્ઞાન તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં મદદ મળી રહી છે. બાળકો દીવાલો પરના શૈક્ષણિક ચિત્રો જોઈને પ્રેરણા મેળવે છે અને તેમની સર્જનાત્મકતા પણ વિકસે છે.

આંગણવાડીની દીવાલો પર કરાયેલ કલાત્મક ચિત્રો બાળકોને કેન્દ્ર તરફ આકર્ષે છે અને તેમને આનંદદાયક તેમજ ભયમુક્ત વાતાવરણ પૂરું પાડે છે. રંગીન ચિત્રો બાળકોના મનને ઉત્સાહિત કરે છે તેમજ તેમની એકાગ્રતા વધારવામાં મદદરૂપ બને છે. આ ચિત્રો માત્ર શોભા માટે નહીં પરંતુ શૈક્ષણિક સામગ્રી તરીકે પણ ઉપયોગી બની રહ્યા છે.

આ રીતે આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવવાના પ્રયાસોથી બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળી રહ્યું છે તેમ બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઆઇ.સી.ડી.એસ અમરેલી ઘટક-૨ એ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts