સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણ ના ધામ સમા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અમરેલી જિલ્લા બેઝબોલ એસોશિયેશન દ્વારા આયોજિત ૩૪મી ગુજરાત સ્ટેટ એસોસિયેશન સબ જુનિયર, જુનિયર, સિનિયર ભાઈઓ અને બહેનોની બેઝબોલ ટુર્નામેન્ટનો તારીખ ૭ મી ડિસેમ્બરના રોજ બપોરે ૧૨-૩૦ થી પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટ ના મુખ્ય અતિથિ તરીકે કૌશિકભાઈ વેકરીયા (નાયબ મુખ્ય દંડક શ્રી ગુજરાત વિધાનસભા)હતા. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના વડા પ. પૂ. ભગવત પ્રસાદ દાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના પ્રમુખ પ. પૂ. સ. ગુ. શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી, ભરતભાઈ સુતરીયા (સાંસદ-અમરેલી) સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, જે. વી. કાકડીયા, હીરાભાઇ સોલંકી, જનકભાઇ તળાવિયા, ડો. અર્જુનસિંહ રાણા પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ એમેચ્યોર બેઝબોલ એસોસિએશન ની વિશેષ ઉપસ્થિતિ હતી. જ્યારે વિક્રમસિંહ પરમાર – જિલ્લા યુવા વિકાસ અધિકારી અમરેલી,શ્રીમતી પુનમબેન કુમકીયા – જિલ્લા રમતગમત અધિકારી અમરેલી, પી. ડી. મીયાણી – પ્રમુખ જિલ્લા વ્યાયામ સંઘ – પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રા. મા. ઉ. મા. પ્રમુખ, એમ જી મોરી- ઉપપ્રમુખ અમરેલી જિલ્લાના વ્યાયામ સંઘ, બિપીનભાઈ રાઠોડ – મહામંત્રી અમરેલી જિલ્લા વ્યા.સંઘ, અનિકેત ભાઈ ખોડાધરા – વાઈસ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ એમેચ્યોર બેઝબોલ એસોસિએશન, હર્ષાંગભાઈ ખોડાધરા – સેક્રેટરી જનરલ ગુજરાત સ્ટેટ એમેચ્યોર બેઝબોલ એસોસિએશન વગેરે હાજર રહેલ. આ ટુર્નામેન્ટ પ્રસંગે ઉલ્લેખનિય છે કે બેઝબોલ રમત ગમત ક્ષેત્રે સ્વામિનારાયણ ગુરુકુળ ના ખેલાડીઓ ખૂબ સક્રિય રીતે ભાગ લઈને રાજ્ય કક્ષાએ ભાગ લેતાં જોવા મળે છે. તાજેતરમાં જ સાવરકુંડલાના અંડર ૧૨ બેઝબોલ ટુર્નામેન્ટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના પરમ ચુડાસમાએ જાપાન ખાતે પણ આ રમત ગમત ભાગ લીધો હતો. તેમ કોઠારી અક્ષર મુક્ત દાસજી ની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
સાવરકુંડલાનાં આંગણે ગુરુકુળ ખાતે અમરેલી જિલ્લા બેઝબોલ એસોસિએશન દ્વારા આયોજિત ૩૪મી ગુજરાત સ્ટેટ એસોસિયેશન સબ જુનિયર જુનિયર સિનિયર ભાઈઓ અને બહેનો ની બેઝબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ.

Recent Comments