ભાવનગર જિલ્લાના શામપરા ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માગદર્શન હેઠળ તા. ૬ અને ૭ ડિસેમ્બરના રોજ રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ભાવનગર જિલ્લાના શામપરા, સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કૃષિ મહોત્સવ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શ્રી અન્ન તથા પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપી માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને દાંતીવાડા ખાતે યોજાયેલ મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેનો ઉપસ્થિત ખેડૂતોએ નિહાળ્યું હતું. ત્યારબાદ ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓ સહિત ટ્રેક્ટરના મંજૂરી પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહીં વિવિધ સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રિજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ શ્રી ડી. એમ. સોલંકીએ આગામી પેઢીના નિરોગી આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી જશુબેન મકવાણા, ઉપપ્રમુખશ્રી જીતુભાઈ સાંગા, તાલુકા પંચાયતના સદસ્યશ્રી જાગૃતીબેન કામ્બડ, મામલદારશ્રી બી.એન.બેલદાર, મદદનીશ ખેતી નિયામકશ્રી એમ.વાય.ઘાંચી, તાલુકા વિકાસ અધિકારીશ્રી પી. કે. રાવત સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને આરોગ્ય કર્મીઓની ટીમ તેમજ ખેડૂત ભાઈ-બહેનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments