fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫ની ઉજવણીનો પ્રારંભ

 અમરેલી જિલ્લાની ૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ-અમરેલી દ્વારા “શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫‘ કાર્યક્રમની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત  ૨૦ થી ૨૫ જાન્યુઆરી દરમ્યાન શાળા સલામતી અંગે મેગા ઇવેન્ટનાં ભાગરૂપે ફાયર ડેમોઈમરજન્સી સેવા ૧૦૮ અને આર.ટી.ઓ. વિભાગ દ્વારા રોડ સેફ્ટી અંગેના ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે. 

ગુજરાત રાજ્ય આપતિ વ્યવસ્થાપન સત્તામંડલ ગાંધીનગરની સૂચનાથી રાજ્યમાં સમગ્ર સરકારી પ્રાથમિક શાળાઓ માં તારીખ ૨૦-૦૧-૨૦૨૫ થી ૨૫-૦૧-૨૦૨૫ સુધી શાળા સલામતી સપ્તાહ” ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અન્વયે અમરેલી જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ૨૦ જાન્યુઆરીથી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં  જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીનાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રીડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડી.પી.ઓ.શ્રી એસ. યુ. પરમાર,શાળાના પ્રિન્સિપાલશ્રી તેમજ અમરેલી ફાયર વિભાગના કર્મયોગીઓ દ્વારા આ કાર્યક્રમ માં હાજર રહી બાળકોને આપત્તિના સમયમાં શું કરવું અને શું ન કરવું વગેરેની સમજ તેમજ ફાયરના વિવિધ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો વગેરેની તાલીમ તથા ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

 જિલ્લાની અન્ય સ્કૂલોમાં પણ ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા પ્રાથમિક સારવાર તેમજ આર.ટી.ઓ. વિભાગ દ્વારા રોડ સેફ્ટી  તાલીમ વગેરેની સમજ આપવામાં આવશે. તેમ જિલ્લા પ્રોજેક્ટ અધિકારીશ્રી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રઅમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts