ગુજરાત

જિલ્લામાં ભૂસ્તરતંત્રની સરાહનીય કામગીરી : ત્રણ દિવસમાં પાંચ વાહનો મળી કુલ ૧.૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

ભુમાફિયાઓને કોઈપણ રીતે છૂટછાટ ન મળે અને બિનઅધિકૃત ખનીજ વહન માટે દંડનીય કામગીરી થાય એ માટે કલેક્ટરશ્રીનો સ્પષ્ટ આદેશજિલ્લામાં ચાલી રહેલ વિવિધ વિકાસ કામો પર કલેકટરશ્રી જેટલી જવાબદારી પૂર્વક કાર્ય કરી રહ્યા છે, તેજ જુસ્સા અને જવાબદારીથી જિલ્લામાં થતી ખનીજ ચોરી અટકાવવાના તેમના પ્રયાસો પણ સતત ચાલુ છે. ભુમાફિયાઓને કોઈપણ રીતે છૂટછાટ ન મળે અને તેમના આ બિનઅધિકૃત ખનીજ વહન માટે દંડનીય કામગીરી થાય એ માટે કલેક્ટરશ્રી પોતે વ્યક્તિગત ધ્યાન રાખતા, ભૂસ્તર તંત્રની કચેરીને યોગ્ય માર્ગદર્શન આપી સરાહનીય કામગીરી કરી રહ્યા છે, જેના પરિણામે પાછલા ત્રણ દિવસમાં પાંચ વાહનો મળી કુલ ૧.૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે

કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન સાદીરેતી તથા સાદી માટી ખનિજના બિનઅધિકૃત વહન/ખનન સબબ જે.સી.બી. મશીન સહીત કુલ ૦૫ વાહન/મશીન જપ્ત કરવામાં આવેલ છે. જેમાં તા.૨૪/૦૧/૨૦૨૫ ના રોજ કલોલ તાલુકાના છત્રાલ, પાસેથી જે.સીબી નં. ય્ત્ન-૧૮-જીજી-૧૮૫૯ , વાહન નં ય્ત્ન-૧૨-મ્‌-૨૮૫૮ ,ડમ્પર નં- ય્ત્ન-૦૨-ઉ-૭૨૭૫ દ્વારા સાદીમાટી ખનિજનું બિનઅધિકૃત ખોદકામ કરી વહન કરતા પકડવામાં આવ્યા હતા, તથા તા.૨૫/૦૧/૨૦૨૫ ના રોજ કલોલ તાલુકાના પલીયડ, પાસેથી ડમ્પર નં. ય્ત્ન-૨૯-ઠ-૪૧૨૮ માં સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ બિનઅધિકૃત વહન કરતાં પકડાયેલ તથા તા.૨૭/૦૧/૨૦૨૫ ના રોજ ઉવારસદ, ગાંધીનગર પાસેથી ડમ્પર નં- ય્ત્ન-૧૩-છઠ-૫૨૨૨ માં સાદીમાટી ખનીજ રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવેલ છે. આમ કુલ ૦૫ વાહનો/મશીનની મળી કુલ ૧.૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરોક્ત જપ્ત કરેલ વાહનો/મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related Posts