ગુજરાત

અરવલ્લીના મોડાસામાં પોન્ઝી સ્કીમ ચલાવી ૫૦ કરોડનું કૌભાંડમાં ત્રણ કંપનીના સી.ઈ.ઓ સામે ફરિયાદ

ભૂપેન્દ્ર ઝાલા દ્વારા ૬ હજાર કરોડનું કૌભાંડ કરાયું હોવાની સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ થઈ છે. એજન્ટ અને કર્મચારી સહિત સાતની ધરપકડ પણ કરાઈ છે. એવામાં મોડાસામાં પણ મ્ઢ જેવી જ સ્ર્ં અપનાવી ગ્રાહકોના કરોડો રૂપિયા પડાવતી ત્રણ કંપનીના સીઇઓ સામે ઝ્રૈંડ્ઢ ક્રાઈમે ફરિયાદ નોંધી છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ મોડાસા ખાતે ચાલતી આર.કે. એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ ઝાલા, હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝના સીઈઓ અજયસિંહ પરમાર અને કે.કે. એન્ટરપ્રાઇઝના સીઇઓ સામે કુલ ૫૦ કરોડ ગેરકાયદે રીતે ગ્રાહકો પાસે ઊઘરાવી ગુનો આચાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. મ્ઢના સીઇઓ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા અરવલ્લી અને સાબરકાંઠાના ગ્રાહકોને વધુ વ્યાજ આપીને નાણાં રોકવાના કેસમાં સીઆઇડી દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યારબાદ મોડાસા ખાતે મ્ઢ જેવી જ એમઓ અપનાવી વધુ ત્રણ કંપનીના સીઈઓ દ્વારા ગ્રાહકોના કરોડો ઉઘરાવીને કૌભાંડ આચર્યું હોવાની ચર્ચાઓ હતી. સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી મ્ઢ કંપનીની ખાનગી ઓફિસો પર ૭ દિવસ પહેલાં ઝ્રૈંડ્ઢ ક્રાઇમની ટીમે એકસાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ૬ જિલ્લામાં આવેલી ઓફિસો પર રેડ કરી હતી. ભાજપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની મ્ઢ ફાઇનાન્શિયલ સર્વિસીઝ દ્વારા ૩૬ ટકા વ્યાજ અને ગોવા ફરવાની લાલચો આપી ૬૦૦૦ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

Related Posts