એક અત્યંત ગંભીર અને સનસનીખેજ બનાવમાં, પતિ પર પોતાની પત્નીનું ખૂન કરીને પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેની લાશ ગુમ કરી દેવાનો આરોપ લાગ્યો હતો. નાના ભંડારીયા ગામની સીમમાં આ બનાવ બન્યો હતો. દાહોદના ફતેપુરાના કંથાગર નાની વસાઈ ફળીયુ ખાતે રહેતા મૃતક મહિલાના માતા નવલીબેન રમેશભાઈ બારીયા (ઉ.વ.૪૦)એ દાહોદના ફતેપુરાના રાવળના વરૂણા ખાતે રહેતા તેમના જમાઈ ભાવેશ કલ્પેશભાઈ કટારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપી પતિ મૃતક સંગીતાને લાંબા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે, તારીખ ૧૧/૦૨/૨૦૨૩ થી ૧૬/૦૨/૨૦૨૩ દરમિયાન કોઈક સમયે આરોપી પતિએ કોઈ કારણસર અને કોઈ પણ રીતે સંગીતાની હત્યા કરી નાખી હતી. આ કૃત્ય બાદ, હત્યાની વાત કોઈને ખબર ન પડે તે માટે અને પુરાવાનો નાશ કરવાના સ્પષ્ટ ઈરાદે આરોપીએ
મૃતક સંગીતાની લાશને ગુમ કરી દીધી હતી. પોલીસે આ ગંભીર આરોપોના આધારે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધીને ખૂન અને પુરાવાનો નાશ કરવા સંબંધિત કલમો હેઠળ તપાસ શરૂ કરી છે. મૃતદેહને શોધવા અને ગુનાના રહસ્ય પરથી પડદો હટાવવા માટે પોલીસે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઓ.કે. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.
પત્નીની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશ ગુમ કરવાના આરોપસર પતિ સામે ફરિયાદ


















Recent Comments