*દેવળીયા પાટીયેથી લઈ ગોખરવાળા ગામ તરફ જતો રોડ ખૂબ જ ગંભીર હાલતમાં: જે.ડી.કથિરીયા*
*રોડ દર વર્ષે બને છે અને તૂટી જાય છે, એટલું નબળું મટીરીયલ વાપરવામાં આવે છે: જે.ડી.કથિરીયા*
*ફક્ત થીગડાં નહિ, રોડનું રીસર્ફેસિંગ કરવામાં આવે: જે.ડી.કથિરીયા*
*અમદાવાદ/અમરેલી/સુરત/ગુજરાત*
કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે.ડી.કથિરીયાએ આજે અમરેલી પ્રવાસે છે અને તેમણે અમરેલીના ધારાસભ્યના વિસ્તારમાં આવેલ રોડની ખરાબ હાલત મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો અને રીસર્ફેસિંગની માંગ કરી હતી. દેવળીયા પાટીયેથી લઈ ગોખરવાળા તરફ જતા રોડ પર આમ આદમી પાર્ટીના નેતા જે.ડી. કથિરીયાએ રસ્તાની હાલત બતાવીને વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાના વિસ્તારમાં રોડ રસ્તાનું ખાતમુર્હુત કરવા આવે છે પણ રોડ દર વર્ષે બનાવે છે અને રોડ તૂટી જાય છે એટલું નબળું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. આ વાતની જાણ થતા અમે આ રસ્તાની પરિસ્થિતિ જાણવા માટે આવ્યા અને જોયું કે આ રોડ દેવળીયા પાટીયેથી લઈ ગોખરવાળા ગામ તરફ જતો રોડ ખૂબ જ ગંભીર હાલતમાં છે.
AAP નેતા જે.ડી.કથિરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, દેવળીયા પાટીયેથી લઈ ગોખરવાળા ગામ તરફ જતો આ રોડ છે. લગભગ 30 કિલોમીટર જેટલો આ રોડ છે. આ વિસ્તાર ધારાસભ્ય કૌશિક વેકરીયાનો છે, જેઓ પોતે એક મંત્રી છે. પરંતુ તેમના પોતાના વિસ્તારમાં જ રોડની હાલત આટલી ખરાબ છે અને પહેલા પણ આ મુદ્દે રજૂઆત કરી હતી તો ફક્ત રોડ પર થીગડા મારવામાં આવ્યા હતા. પરંતુ અમારી માંગ છે કે આ રોડનું રીસર્ફેસિંગ કરવામાં આવે. અને પ્રજાને પણ કહીશ કે હવે તમામ મતદારો આ મુદ્દે જાગૃત બને.


















Recent Comments