. નવરાત્રીના અંતિમ દિવસે નવરાત્રીની પૂર્ણાહુતિ બાદ વિજયાદશમીના પર્વનો પ્રારંભ થશે. વરસાદી વાતાવરણ વચ્ચે માતાજીના નવલાં નવનોરતાની પૂર્ણાહુતિ થઈ ત્યારે નવરાત્રી દરમ્યાન ભાવિકો દ્વારા માતાજીના ગુણગાન ગાતાં ગાતાં શક્તિ અને ભક્તિનું પર્વ ભાવિકો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ.. આ પ્રસંગે ભાવિકો દ્વારા બાલિકાઓને કુમકુમ તિલક કરી ગોરણી કરીને પ્રસાદ ગ્રહણ કરાવવામાં આવે છે. સાવરકુંડલા શહેરમાં પણ અનેક ભાવિકોએ આ પર્વ પ્રસંગે વ્રત ઉપર વાસ એકટાણાં નવ દિવસ કરીને આજે માતાજી સ્વરૂપ નાની નાની બાલિકાઓને પ્રસાદ ગ્રહણ કરાવી ધન્યતા અનુભવી હતી
આજરોજ રાત્રે એક તો ઝરમરિયો વરસાદ એમાં માના નવલાં નવરાત્રીનો રંગ. ખેલૈયાઓ ગરબે ઘૂમવા તલપાપડ બનતા હતાં.. ખાસકરીને પાર્ટી પ્લોટ તેમજ વિવિધ જ્ઞાતિ મંડળો દ્વારા પણ નવલાં નવરાત્રી મહોત્સવ યોજવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિક વિસ્તારમાં પણ અમુક ભાવિકો પોતાની સોસાયટી ગલી મહોલ્લામાં ગરબા ગાઈને માતાજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતાં જોવા મળેલ.
આમ નવલાં નવરાત્રીના નવ દિવસ માતાજીની સ્તુતિ કરતાં કરતાં ક્યારે પૂર્ણ થયાં તેની ખબર જ ન પડી. નવરાત્રી પર્વ આમ તો ભક્તિ અને શક્તિ માટે હોય છે. રાસ ગરબા સ્તુતિ અર્ચના દ્વારા મન અને શરીર પુલકિત થઈ માતાજીનો આભાર માને છે.


















Recent Comments