ખુલી છે પાંખ હવે શિક્ષણની, નવી એક આશ જાગી છે,
મોટાઝીંઝુડાના આંગણે, ખુશીઓની હેલી લાગી છે.
હવે ટીવી અને ટેકનોલોજીથી ભણશે ગામના ભૂલકાં,
કંપનીની આ ઉદારતાથી, ભવિષ્યની સવાર જાગી છે.
–“પાંધી સર”
સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે મોટાઝીંઝુડા ગામમાં કાર્યરત ABRel SPV2 LTD સોલાર કંપની દ્વારા ગ્રામીણ શિક્ષણ અને સુવિધાના ક્ષેત્રે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. કંપની દ્વારા ગામની કુલ સાત (7) આંગણવાડીઓને આધુનિક ટેકનોલોજી અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓની ભેટ આપીને સાધન-સંપન્ન બનાવવામાં આવી છે.
આંગણવાડીના બાળકોના વિકાસ અને કાર્યકર બહેનોની સુવિધા માટે કંપની દ્વારા નીચે મુજબની વસ્તુઓ અર્પણ કરવામાં આવી છે:
જેમાં 6 નંગ ટીવી, 6 નંગ ફ્રીઝ, 12 નંગ પંખા અને 6 નંગ વજનકાંટા.
6 નંગ કબાટ, 6 નંગ ટેબલ અને 4 નંગ ખુરશી.
રસોડા અને અન્ય સામગ્રી: 200 થાળી, 200 વાટકા, 200 ચમચી, 6 નંગ કુકર, 1 નંગ તપેલી સેટ, 12 નંગ મસાલાના ડબ્બા.
સ્વચ્છતા અને સુવિધા: 24 નંગ ગાલીચા, 12 નંગ ડોલ, 12 નંગ ડસ્ટબીન અને 12 નંગ પાણીના ટબલર.
આ પ્રસંગે ગામના સરપંચ પંકજ ઉનાવાએ સોલાર કંપનીનો આભાર માનતા જણાવ્યું હતું કે, “ટીવી જેવા આધુનિક સાધનોથી ભૂલકાઓમાં ડિજિટલ શિક્ષણનો વ્યાપ વધશે અને કાર્યકર બહેનો માટે શિક્ષણકાર્ય સરળ બનશે. આ ભેટ બાળકોના શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈએ લઈ જશે.”
આ કાર્યક્રમમાં સોલાર કંપનીના સાઇટ હેડ ફોગાભાઈ હડિયા અને તેમની ટીમ, નિવૃત્ત PI રમેશભાઈ નિમાવત, મુકેશભાઈ આદ્રોજા, જસુભાઈ ખુમાણ, સંજયભાઈ ખુમાણ, મનસુખભાઈ સુહાગીયા, ઇલાબેન નાકરાણી, નારણભાઇ નાકરાણી સહિત ગામના અગ્રણીઓ અને આંગણવાડીની કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.











Recent Comments