‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત આજે ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી
દ્વારા સર તખ્તસિંહજી (સર.ટી.) હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ
ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાના હસ્તે ૩૬ નવજાત
જન્મેલ દીકરીઓને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત દીકરી વધામણાં કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે દીકરી સમાજની શાન છે અને તેના જન્મથી લઈને શિક્ષણ તથા
સશક્તિકરણ માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે સગર્ભા માતાઓ
અને તેમના પરિવારજનોને ‘બેટી બચાવો બેટી પઢાવો’, ‘વ્હાલી દીકરી યોજના’, ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ સહિત
વિવિધ સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન સગર્ભા બહેનોને વિવિધ મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ અંગે વિગતવાર
માહિતી આપવામાં આવી હતી. તેમજ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવી
તેમણે સમાજને દીકરીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવવા અપીલ કરી હતી.
ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે ૩૬ નવજાત દીકરીઓને વધામણાં કીટ


















Recent Comments