ગુજરાત

કોંગ્રેસના ઉમેદવારોને ભાજપ રૂપિયાની લાલચ આપે છે- કોંગ્રેસે જાહેર કર્યો વિડીયો

હાલ રાજ્યમાં સ્ટનીક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પૂર જાેશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે, કચ્છમાં કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન બહાર પાડ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દ્વારા પૈસાની લાલચ આપતો વીડિયો જાહેર કર્યો છે. લેખિત રજૂઆતમાં નારણ કાના સાખરા તથા ભાજપના માણેક રામ ગઢવી પર આરોપ લગાવાયા છે. મુન્દ્રા તાલુકા પંચાયતની ભુજપુર સીટ પર કોંગ્રેસના ઉમેદવારને ફોડવા માટે અપાઈ લાલચ. કોંગ્રેસે ચૂંટણી પંચ તથા કલેકટરને આ અંગે તપાસ માટે રજુઆત કરશે. ૩.૫૧ લાખ રૂપિયા આપવાની ભાજપના ઉમેદવાર અને આગેવાને ઑફર કર્યોનો આરોપ લગાવ્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી વચ્ચે ગંભીર આરોપ કરાતા રાજકારણ ગરમાયુ છે. વીડિયો પુરાવા સાથે સમગ્ર બનાવ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે, તપાસ કાર્યવાહી અંગે માંગ કરવામાં આવી છે.

Related Posts