ગુજરાત

કોંગ્રેસે એક એવો શહેર પ્રમુખ બનાવ્યો, જેનો એક દીકરો સપામાં છે અને બીજાે ભાજપમાં: આલોક મિશ્રા

ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા
ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છૈંઝ્રઝ્ર સભ્યોએ જાહેર મંચ પર પાર્ટીની ખામીઓ પર વાત કરી અને પોતાનો પક્ષ મૂક્યો હતો ત્યારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે, પાર્ટીએ એક એવો પણ શહેર પ્રમુખ બનાવ્યો, જેનો એક દીકરો સપા માં છે અને બીજાે ભાજપમાં કામ કરે છે. જેમાના ભાષણ બાદ પાર્ટી હાઇકમાન્ડે પણ તાળીઓથી તેમની વાતને વધાવી હતી.
ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ મંચ પરથી પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ‘એક કાર્યકર્તા જે ૧૯૮૨થી કોંગ્રેસમાં છે તે આજે કોંગ્રેસને અપીલ કરે છે, આપણે ભાજપ સાથે પછી લડીએ છીએ, પહેલાં કોંગ્રેસી અંદરોઅંદર લડે છે. એકવાર નક્કી કરી લો કે, કોઈપણ ર્નિણય જે ઉપરથી નક્કી થશે, તેને આપણે સહર્ષ સ્વીકારીશું. ત્યાં સુધી એકબીજા સાથે નહીં લડીએ, જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીને સત્તામાં ન લાવી દઈએ. આપણે પાર્ટીને સત્તામાં લાવીને જ જંપીશું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, રાહુલજી અને ખડગેજી, હું તમને કહેવા આવ્યો છું કે, તમારે ભાજપને દૂર કરવી હોય અને કોંગ્રેસની અંદર જે ભાજપના લોકો છે, તેને દૂર કરવા હોય તો હું તમને પૂછવા ઈચ્છું છે કે, જાે કોઈ શહેર અધ્યક્ષ છે, જેનો એક દીકરો સપામાં હોય અને બીજાે ભાજપમાં… શું તે પ્રમુખ બનવા લાયક છે? જાે તે શહેર પ્રમુખ બનવા લાયક છે તો અમે પણ તેનો સ્વીકાર કરીએ છીએ.
યુપીના કોંગ્રસ નેતા આલોક મિશ્રાએ જણાવ્યું હતું કે, જે લોકોએ ૧૯૮૨માં મારી જેમ કોંગ્રેસ નથી છોડી, હું તમને વચન આપું છું કે, હું મારૂ સર્વસ્વ ન્યોછાવર કરવા ઈચ્છુ છું, તમારા માટે અને કોંગ્રેસ પાર્ટીની સત્તા માટે બધું છોડવા ઈચ્છું છું. કોઈ પ્રકારે કોંગ્રેસ સત્તામાં આવી જાય, જ્યારે સત્તા હાથમાં આવશે તો આપણે ર્નિણય લઈશું. આલોક મિશ્રાના સંબોધન દરમિયાન ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી તાળી વગાડતા જાેવા મળ્યા હતાં.
જણાવી દઈએ કે, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે આલોક મિશ્રાને કાનપુર લોકસભા બેઠકથી ટિકિટ આપી હતી. તે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતાં. સપા અને કોંગ્રેસના સહયોગી સાથે મિશ્રા ૪,૨૨,૦૮૭ મત સાથે બીજા નંબરે આવ્યા હતાં. ભાજપના રમેશ અવસ્થીને ૪૪૩૦૫૫ મત મળ્યા હતાં અને તેમણે ૨૦,૯૬૮ મત સાથે ચૂંટણી જીતી હતી.

Related Posts