અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસે ખોલ્યો મોરચો
ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીને લઈને કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહારો રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન સામેનો વિરોધ હજુ પણ સમાપ્ત નથી થઈ રહ્યો. આ નિવેદનના વિરોધ દરમિયાન સંસદમાં પણ હંગામો જાેવા મળ્યો હતો. કોંગ્રેસ આ મામલાને કોઈપણ રીતે ખતમ થતો જાેવા માંગતી નથી. આ જ કારણ છે કે કોંગ્રેસ હવે આ નિવેદનના વિરોધમાં દેશભરમાં એક નવું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ૨૪મી ડિસેમ્બરે આંબેડકર સન્માન કૂચ કાઢવાની સાથે કોંગ્રેસ ૨૭મી ડિસેમ્બરે બેલગાવીમાં એક મોટી રેલીનું આયોજન કરવા જઈ રહી છે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે, વર્તમાન સમયમાં બંધારણની પ્રાસંગિકતાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સંસદમાં તેના પર ચર્ચાની માંગ કરી હતી. ભાજપે કોંગ્રેસના નેતાઓનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ સિવાય સંસદમાં અમિત શાહના નિવેદનથી તમામ નેતાઓ દુખી થયા છે. તેમણે કહ્યું કે અમિત શાહે, બાબા સાહેબનું અપમાન કર્યું છે.તેમણે કહ્યું કે હજુ સુધી આ મામલે અમિત શાહ કે પીએમ મોદીએ આંબેડકર મુદ્દે કરાયેલા ઉચ્ચારણો અંગે માફી માંગવામાં આવી નથી. આ જ કારણ છે કે હવે કોંગ્રેસ માફી માંગવા માટે સમગ્ર દેશમાં આ મુદ્દો ઉઠાવવા જઈ રહી છે. ડૉ. આંબેડકરના અપમાનના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી ૨૪મી ડિસેમ્બરે દેશભરમાં આંબેડકર સન્માન માર્ચ કાઢશે. આ માહિતી કેન્દ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે આપી છે. કોંગ્રેસ દ્વારા આ પદયાત્રાને આંબેડકર સન્માન માર્ચ નામ આપવામાં આવ્યું છે. આ કૂચ પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમના જિલ્લાઓ અને વિધાનસભા ક્ષેત્રોમાં પત્રકારો સાથે વાત કરશે અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરશે. આપને જણાવી દઈએ કે આંબેડકર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કથિત નિવેદન બાદ કોંગ્રેસ સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે અને શાહના રાજીનામાની માંગ કરી રહી છે, પરંતુ અમિત શાહે કોંગ્રેસની માંગને ફગાવી દીધી છે અને કોંગ્રેસને દલિત વિરોધી અને આંબેડકર વિરોધી ગણાવી છે .
Recent Comments