ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની શુભેચ્છા પાઠવતા કોંગ્રેસ નેતા મનીષ ભંડેરી

આજથી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ S.S.C અને H.S.C બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં અભ્યાસ કરતા બોર્ડના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ખુબ સારા વાતાવરણમાં પોતાની ક્ષમતા, આવડત પ્રમાણે મુક્ત મને પરીક્ષા આપી પોતાના માતા-પિતા, ગુરુજનો તથા શાળાનું ગૌરવ વધારી પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, કોઈ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા હોતી નથી, માટે નબળા પરિણામનો ડર રાખ્યા વગર હકારાત્મક દ્રષ્ટિકોણથી સારું પરિણામ આવશે એવા વિશ્વાસ સાથે પરીક્ષા આપવાથી ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થશે,આ તકે તમામ વાલીગણોએ પરીક્ષાના દિવસો દરમિયાન પોતાના બાળકને વિશેષ સ્નેહ, હુંફ આપવી. વધારે પડતી અપેક્ષાઓનો ભાર પોતાના બાળક પર ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, પોતાનું બાળક મુક્ત મને તનાવ રહિત બોર્ડની પરીક્ષા આપે તેવું વાતાવરણ નિર્માણ કરવું જોઈએ, બોર્ડના વિદ્યાર્થીઓના સગા-સંબંધીઓ, મિત્રો તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રેમ, હૂંફ સાથે શુભેચ્છા પાઠવી, ઈશ્વર સમગ્ર અમરેલી જિલ્લાના વિદ્યાર્થી ભાઈ- બહેનોને ખૂબ શક્તિ પ્રદાન કરીને સારુ પરિણામ અપાવે તેવી પ્રાર્થના સહ દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.
Recent Comments