fbpx
અમરેલી

જાફરાબાદ નગરપાલિકા ના વોર્ડ બેઠકમાં અનુસુચિત વર્ગની બેઠક ફાળવવા ચૂંટણીપંચને રજૂઆત કરતા કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈ વરૂ

તાજેતરમાં જાફરાબાદ નગરપાલિકામા વોર્ડ બેઠક રચના કરી ને જે નવી સીટ ની બેઠક જાહેર કરવામાં આવેલ છે જેમાં ભાજપ સરકાર દ્વારા જાણી જોઈને અનુસૂચિત વર્ગની બેઠક ફાળવવામાં આવેલ નથી અને જાણી જોઈને અનુસૂચિત વર્ગને અન્યાય કરેલ છે જ્યારે જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આદિજાતિની વસ્તી નથી છતાં પણ તમામ ગામમાં એક એક સીટ આદિજાતિને ફાળવવામાં આવેલ છે જ્યારે જાફરાબાદ શહેરમાં હાલમાં અનુસુચિત જાતિની વસ્તી મોટા પ્રમાણમાં હોય છતાં પણ આ જ્ઞાતિને સીટ ન ફાળવી ભાજપ સરકાર અન્યાય કરી રહી છે જ્યારે જાફરાબાદ શહેરમાં હાલની ચૂંટણી 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે બેઠક જાહેર કરી છે તો આજે 15 વર્ષ સુધી વસ્તી ગણતરી થઈ નથી અને અત્યારે આ વોર્ડ સીટ પ્રમાણે ચૂંટણી થાય 15 વર્ષ સુધી અન્યાય થયો છે અને બીજા પાંચ વર્ષ એટલે કે 20 વર્ષ સુધી અનુસૂચિત જાતિને આ વિસ્તારમાં પ્રતિનિધિત્વ મળતું નથી ત્યારે ભારત સરકારના બંધારણ વિરુદ્ધ છે તો જાફરાબાદ નગરપાલિકામાં અનુસુચિત જાતિને તાત્કાલિક બેઠક ફાળવવા રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરતા કોંગ્રેસ અગ્રણી શ્રી ટીકુભાઈ વરુ*

Follow Me:

Related Posts